અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

કેજરીવાલની ધરપકડ મુદ્દે ગુજરાતમાં વિરોધ, ઈસુદાન ગઢવી સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

અમદાવાદ, 22 માર્ચ 2024, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ED દ્વારા ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાના મીની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને પગલે વિરોધ કરી રહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી. વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઇ હતી. રાજકોટનાં કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે. ટ્રાફીકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામા આવતા પોલીસે ટીંગાટોળી કરી 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

 

રાજ્યમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો
અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની વિરોધ મામલે અટકાયત કરવામાં આવી છે. સુરતમાં વરાછાના મીનીબજાર ખાતે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા. સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. સુરતના મીની બજાર ખાતે ધીમે ધીમે આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થઈ રહ્યા હતા.આપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મીની બજાર ખાતે એકઠા થઈ ગયા હતા. વિરોધ કરવાનો ચાલુ કરતા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.

કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી કરી અટકાયત
આપ અને કોંગ્રેસના વિરોધમાં વિવિધ બેનરો અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. ‘જબ જબ ભાજપ ડરતી હૈ સબ ઇડી કો આગે કરતે હૈ’, ‘ભાજપ હાય હાય’ જેવા બેનરો સાથે વિરોધ કરી રહેલા અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે જ સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાતા તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રમુખ ઇશુદાન ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારના પુરાવા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નથી. રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. જે ઇડી ઇલેક્ટ્રો બોન્ડમાં ખંડણી ઉઘરાવતી હતી તે આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી રહી છે. અરવિંદ કેજરીવાલની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે અને આજે તેમના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃકેજરીવાલ માટે મોડી રાત્રે સુપ્રિમ કોર્ટે ન ખોલ્યા દરવાજો, આગળ શું કરશે AAP?

Back to top button