ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ UN મહેતા જેવી જ હ્યદય રોગની સારવાર મળી રહેશે

  • રાજ્ય સરકાર દ્વારા 10 કરોડથી વધુનું બજેટ પણ ફાળવી દીધું
  • હ્યદય રોગની સારવાર માટે અમદાવાદ કે ખાનગીમાં જવું પડશે નહીં
  • સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ન બને ત્યાં સુધી જૂની બિલ્ડિંગમાં સુવિધા ઊભી કરાશે

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ UN મહેતા જેવી જ હ્યદય રોગની સારવાર મળી રહેશે. જેમાં UN મહેતા દ્વારા ગાંધીનગર સિવિલમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરાશે. સિવિલના ઈ-બિલ્ડિંગમાં સેન્ટર બનાવવા પ્લાનિંગની કામગીરી શરૂ કરાઇ છે. હ્યદય રોગની સારવાર માટે અમદાવાદ કે ખાનગીમાં જવું પડશે નહીં.

આ પણ વાંચો: સુરત ડાયમંડ બુર્સના નવા ચેરમેન હીરા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા બન્યા 

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ન બને ત્યાં સુધી જૂની બિલ્ડિંગમાં સુવિધા ઊભી કરાશે

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ન બને ત્યાં સુધી જૂની બિલ્ડિંગમાં સુવિધા ઊભી કરાશે. યુ. એન મહેતાના તબીબોની ટીમ દ્વારા મુલાકાત બાદ સિવિલના ઈ-બ્લોક ખાતે કાર્ડિયાક સેન્ટર બનાવવાનું નક્કી કરાયું છે. જેને લઈને પીઆઈયુ વિભાગ દ્વારા પ્લાનિંગ સહિતની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્પિટલની સુવિધામાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. જેમાં હાલ 600 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં કાર્ડીઓલોજી વિભાગમાં હ્યદયને લગતી તમામ બિમારીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગૃહિણીઓના બજેટ પર વધુ એક માર પડ્યો, સીંગ તથા કપાસિયા તેલના ભાવમાં વધારો

રાજ્ય સરકાર દ્વારા 10 કરોડથી વધુનું બજેટ પણ ફાળવી દીધું

અદ્યતન મોડયુલર કાર્ડિયાક ઓપરેશન થિએટર અને સાઈસીયુ સહિતની સુવિધા હશે. જોકે આ બધા તૈયાર થતાં બે-અઢી વર્ષનો સમય લાગી જાય તેમ છે. જેને પગલે સિવિલ હોસ્પિટલની હયાત બિલ્ડિંગમાં કાર્ડિયાક સેન્ટર શરૂ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 10 કરોડથી વધુનું બજેટ પણ ફાળવી દીધું હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર આયોજનને લઈને યુએન મહેતાની ટીમ તાજેતરમાં ગાંધીનગર સિવિલની મુલાકાત પહોંચી હતી. જેમાં સિવિલના બિલ્ડિંગમાં અવેલેબલ જગ્યાઓમાં ક્યાં કેથલેબ બની શકે તે માટે ચર્ચા કરાઈ હતી. જે અંતર્ગત સિવિલના ઈ-બિલ્ડિંગમાં કેથલેબ બનાવવા માટે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. કાર્ડિયાક સેન્ટરનું સંચાલન યુ. એન. મહેતા દ્વારા જ કરવામાં આવશે. જેમાં ઓપરેશન થિએટર, આઈસીયુ, વેઈટિંગ એરિયા, ઓબ્ઝર્વેશન એરિયા સહિતના વિભાગો તૈયાર કરવામાં આવશે. જેમાં શક્ય હોય તેટલી વહેલી તકે કાર્ડિયાક સેન્ટર શરૂ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button