ટ્રેન્ડિંગમનોરંજન

વિદ્યા બાલન અને ઈલિયાના ડિ’ક્રૂઝની ‘દો ઓર દો પ્યાર’નું ટીઝર જારી, બોલ્ડ-મોર્ડન છે લવસ્ટોરી

Text To Speech
  • વિદ્યા બાલન ફરી એકવાર ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’થી છવાઈ જવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પણ જોવા મળશે. આજે, 21 માર્ચે, નિર્માતાઓ અને કલાકારોએ ફિલ્મનું ટીઝર રીલીઝ કર્યું છે, જે રોમેન્ટિક-કોમેડી ઝોનરની ફિલ્મ છે.

હાલમાં અભિનેત્રી વિદ્યા બાલન તેની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ કાર્તિક આર્યને જાહેરાત કરી હતી કે ‘ભૂલ ભુલૈયા 3’ વિદ્યા બાલન ફરી એકવાર ‘મંજુલિકા’ના રોલમાં જોવા મળશે. ત્યારબાદ તેના ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે. હવે અભિનેત્રીની નવી ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’નું ટીઝર આજે રીલીઝ થયું છે.

જોવા મળશે નવી જોડી

વિદ્યા બાલન ફરી એકવાર ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’થી છવાઈ જવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ઈલિયાના ડિ’ક્રૂઝ પણ જોવા મળશે. આજે, 21 માર્ચે, નિર્માતાઓ અને કલાકારોએ ફિલ્મનું ટીઝર રીલીઝ કર્યું છે, જે રોમેન્ટિક-કોમેડી ઝોનરની ફિલ્મ છે. પ્રતિક ગાંધી અને સેંથિલ રામમૂર્તિ પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સેંથિલ અને વિદ્યાની જોડી છે. ટીઝરની શરૂઆતમાં બંને ખૂબ જ રોમેન્ટિક દેખાઈ રહ્યા છે.

રોમેન્ટિક-કોમેડી છે ફિલ્મ

ઈલિયાના ડિ’ક્રૂઝ અને પ્રતિક ગાંધી પણ એક કપલની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તામાં આધુનિક રોમાંસની ઝલક જોવા મળે છે. વિદ્યા અને ઈલિયાના ફરી એકવાર બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર ‘દો ઔર દો પ્યાર’નું ટીઝર શેર કરતી વખતે વિદ્યા બાલને લખ્યું છે કે “આ ઉનાળાની સીઝનમાં, પ્રેમથી એ ગરમીનો અનુભવ કરો જે આશ્ચર્યજનક, મૂંઝવણભરી અને થકવી નાખનારી છે.” ચાહકોને ટીઝર ખૂબ પસંદ આવ્યું છે. આ ફિલ્મમાં દર્શકોને નવી જોડી જોવા મળશે.

આ પણ વાંચોઃ નવી પેઢી ગુજરાતી ભાષા સાથે જોડાયેલી રહે તે માટે વેબસાઈટ અને ઍપ લૉન્ચ

Back to top button