IPL 2024: વિરાટ કોહલી CSK સામે રચશે ઈતિહાસ, જાણો એક સાથે કયા બે રેકોર્ડ તોડશે?
- વિરાટ કોહલી પાસે IPLની પહેલી જ મેચમાં મોટો રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક
નવી દિલ્હી, 21 માર્ચ: IPLની આગામી સિઝન શરૂ થવાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. IPL 2024ની પ્રથમ મેચ આવતીકાલે શુક્રવારે (22 માર્ચ) ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી બે મહિના બાદ પ્રથમ વખત મેદાન પર રમતા જોવા મળશે. તેણે છેલ્લે જાન્યુઆરીમાં મેચ રમી હતી. ત્યારબાદ હવે આવતીકાલે શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચમાં જોવા મળશે. વિરાટ કોહલી દરેક સિઝન દરમિયાન ઘણા રેકોર્ડ પોતાના નામે કરે છે અને આ વખતે તેની પાસે પહેલી જ મેચમાં મોટો રેકોર્ડ બનાવવાની તક છે. RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 1000 રન પૂરા કરનાર બીજા ક્રિકેટર બનવા માટે 15 રન અને T20માં 12000 રન પૂરા કરવા માટે 6 રનની જરૂર છે. આવતીકાલે એવું માનવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી આ બંને રેકોર્ડ એક સાથે તોડી નાખશે.
Sorry we couldn’t resist, @RockWithboAt 🤌 pic.twitter.com/wPnfEZg4Om
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2024
OFFICIAL STATEMENT: MS Dhoni hands over captaincy to Ruturaj Gaikwad. #WhistlePodu #Yellove
— Chennai Super Kings (@ChennaiIPL) March 21, 2024
એક હજાર રન પૂરા કરનારો બીજો ખેલાડી બનશે
વિરાટ કોહલી પાસે IPL 2024ની પ્રથમ મેચ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એક હજાર રન પૂરા કરવાની સુવર્ણ તક છે. આવું કરનારો તે બીજો ખેલાડી બની જશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલની 31 મેચમાં 985 રન બનાવ્યા છે. તેને 1000 રન પૂરા કરવા માટે 15 રનની જરૂર છે. આવું કરનારો તે શિખર ધવન બાદ બીજો બેટ્સમેન બની જશે. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને 29 IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 1057 રન બનાવ્યા છે.
ચેન્નાઈ સામેની મેચમાં કોહલી પાસે T20માં 12 હજાર રન પૂરા કરવાની પણ તક છે. અત્યાર સુધી તેણે 376 મેચમાં 11994 રન બનાવ્યા છે. તેને આ સિદ્ધિ મેળવવા માટે માત્ર 6 રનની જરૂર છે. રોહિત શર્માએ T20માં 426 મેચમાં 11156 રન બનાવ્યા છે.
IPLમાં સૌથી વધુ રન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે
- શિખર ધવન, રન- 1057
- વિરાટ કોહલી, રન- 985
- રોહિત શર્મા, રન – 791
- દિનેશ કાર્તિક, રન- 675
- ડેવિડ વોર્નર, રન- 644
આ પણ જુઓ: IPL 2024: MS ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી, ઋતુરાજ ગાયકવાડ બનશે નવા કેપ્ટન