ટ્રેન્ડિંગમનોરંજન

ભૂકંપ સમયે જાપાનની બિલ્ડિંગમાં 28માં માળે હતો રાજામૌલીનો પુત્ર, જાણો શું થઈ હાલત?

  • એસએસ રાજામૌલીનો પુત્ર એસએસ કાર્તિકેયે પોતાની સ્માર્ટ વોચ પર આવેલા એલર્ટની તસવીર શેર કરી છે. થોડીવાર બાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સમયે તે એક બિલ્ડિંગના 28મા માળે હતો

21 માર્ચ, ટોક્યોઃ બાહૂબલી અને આરઆરઆર જેવી સુપરહિટ ફિલ્મોના નિર્દેશક એસએસ રાજામૌલી અને તેમનો દીકરો એસએસ કાર્તિકેટ હાલમાં જાપાનમાં છે. 21 માર્ચ, ગુરુવારે જાપાનમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ દરમિયાન બંને ત્યાં હતા, પરંતુ તેમને કોઈ ઈજા થઈ નથી. જાપાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. એસએસ રાજામૌલીનો પુત્ર એસએસ કાર્તિકેયે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને આ ઘટના દરમિયાનના તેમને થયેલા અનુભવની માહિતી શેર કરી અને જણાવ્યું કે તે દ્રશ્ય તેમના માટે કેટલું ભયાનક હતું

એસએસ કાર્તિકેય ગભરાઈ ગયા

એસએસ રાજામૌલીનો પુત્ર એસએસ કાર્તિકેયે પોતાની સ્માર્ટ વોચ પર આવેલા એલર્ટની તસવીર શેર કરી છે. થોડીવાર બાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સમયે તે એક બિલ્ડિંગના 28મા માળે હતો. તેણે કહ્યું કે તેને જમીન ધ્રૂજતી અનુભવાઈ અને તે ડરી ગયો હતો, પરંતુ ત્યાં હાજર જાપાની લોકો જરા પણ ગભરાયા નહીં અને સીધા ઉભા રહી ગયા.

કાર્તિકેયે શેર કર્યો અનુભવ

એસએસ રાજામૌલીના પુત્ર એસએસ કાર્તિકેયે જાપાનના ભૂકંપ બાદ ટ્વીટ કરીને પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણે સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું છે કે ‘જાપાનમાં હમણાં જ ભયંકર ભૂકંપ અનુભવાયો! 28મા માળે હતો અને ધીમે ધીમે બિલ્ડિંગ ધ્રૂજવા લાગી હતી અને અમને એ સમજવામાં થોડો સમય લાગ્યો કે તે ભૂકંપ હતો. હું ગભરાઈ ગયો, પરંતુ મારી આસપાસના જાપાનીઝ લોકો ડર્યા નહીં , સીધા ઊભા રહી ગયા, જાણે હમણાં જ વરસાદ શરૂ થયો હોય એમ.

આ કારણે જાપાનમાં છે રાજામૌલીનો આખો પરિવાર

ઉલ્લેખનીય છે કે, એસએસ રાજામૌલી પોતાના પરિવાર અને RRRની ટીમ સાથે જાપાનમાં આયોજિત સ્ક્રિનિંગમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તે ઘણા દિવસોથી જાપાનમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. એસએસ રાજામૌલીની ‘RRR’ જાપાનના સિનેમાઘરોમાં સતત 513 દિવસથી ચાલી રહી છે. ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ, એસએસ રાજામૌલીએ જાપાનની તસવીરો શેર કરી હતી જેમાં તેઓ લોકોથી ઘેરાયેલા હતા. આ સમય દરમિયાન, તેમના એક ચાહકે તેમને એક હજાર ઓરિગેમિ ક્રેન્સ ગિફ્ટ કર્યા હતા. જાપાનમાં તેને ગુડલક માટે ગિફ્ટ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ સોનાના ભાવ પહોંચ્યા નવી ટોચે, શું આ છે અચાનક ઉછાળાનું કારણ?

Back to top button