WhatsAppમાં આવી રહ્યું છે કમાલનું ફીચર, વોઇસ મેસેજ પ્લે કર્યા વિના જ જાણી શકાશે
કેલિફોર્નિયા (અમેરિકા), 21 માર્ચ: WhatsApp દરરોજ કોઈને કોઈ નવા ફીચર પર કામ કરતું રહે છે. આ વખતે પણ વોટ્સએપે એક ખૂબ જ આકર્ષક ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી તમે કોઈપણ વોઈસ મેસેજ પ્લે કર્યા વગર ખબર પડી જશે કે, યુઝરે તમને કયો મેસેજ મોકલ્યો છે. હકીકતમાં વાસ્તવમાં વોટ્સએપના આ ફીચરનું નામ Transcribe feature છે. આ ફીચર દ્વારા યુઝર્સ તેમના ફોન પર મળેલા કોઈપણ વોઇસ મેસેજને પ્લે કર્યા વિના ટેક્સ્ટ ફોર્મમાં જોઈ અને વાંચી શકશે.
WhatsAppનું નવું ફીચર
આ નવા ફીચર દ્વારા તમે તમારા ફોનમાં વૉઇસ મેસેજ રેકોર્ડ કરશો અને ટ્રાંસ્ક્રાઇબ ફીચર એ જ મેસેજને ટેક્સ્ટ નોટમાં કન્વર્ટ કરશે. આની મદદથી યુઝર્સ વોઇસ નોટ સાંભળ્યા વગર પણ મેસેજ જાણી શકશે. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ મીટિંગ દરમિયાન અથવા કોઈ મહત્વપૂર્ણ કામ કરતી વખતે વોઇસ ચેટિંગ કરે છે. એટલે આવા સંજોગોમાં યુઝર્સ વૉઇસ મેસેજ સેન્ડ એન્ડ રિસીવ કરી શકશે અને પછી Text સ્વરૂપમાં વાંચી શકશે. આ અંગેની જાણકારી WhatsAppના તમામ ફીચર્સનું અપડેટ આપતી વેબસાઇટ WABetaInfo દ્વારા મળી છે. વોટ્સએપનું આ નવું ફીચર Android 2.24.7.8ના બીટા વર્ઝન પર રિલીઝ કરાયું છે.
📝 WhatsApp beta for Android 2.24.7.8: what’s new?
WhatsApp is working on a feature to transcribe voice notes, and it will be available in a future update!https://t.co/YTPU8KW0V6 pic.twitter.com/l86FK4rywT
— WABetaInfo (@WABetaInfo) March 20, 2024
Apple ડિવાઇસમાં પહેલેથી આ ફીચર છે
આ નવું ફીચર Apple ડિવાઇસમાં પહેલેથી છે. હાલમાં આ ફીચર ટેસ્ટિંગ મોડમાં છે અને કેટલાક પસંદગીના બીટા યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. આ ફીચરનું નામ ટ્રાન્સક્રાઈબ વૉઇસ નોટ ફીચર છે. WABetaInfoએ આ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કોઈના વોઇસ મેસેજની સાથે તેમાં જે બોલાય છે તે આપમેળે ટેક્સ્ટ સ્વરૂપે લખેલું જોવા મળે છે.
ટૂંક સમયમાં તમામ એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ ફીચર રોલઆઉટ થશે
WhatsApp આવનારા સમયમાં તેના તમામ એન્ડ્રોઇડ યુઝર્સ માટે આ ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કરશે. આ અપડેટની સાઇઝ 150MB છે. WhatsAppનું આ ફીચર ઑન-ડિવાઈસ સ્પીચ રેકગ્નિશન પર કામ કરશે. મહત્ત્વનું છે કે, કંપનીએ મે 2023માં જ iOS એટલે કે Apple કંપનીના ડિવાઈસ માટે આ ફીચર લૉન્ચ કર્યું હતું, પરંતુ કંપનીએ હવે આ ફીચરને એન્ડ્રોઈડ ડિવાઈસ માટે રોલ આઉટ કરવાનો નિર્ણય લીધો છે. હવે જોવાનું એ રહે છે કે એન્ડ્રોઈડ ફોન પર વોટ્સએપનો ઉપયોગ કરતા સામાન્ય યુઝર્સને વૉટ્સએપનું આ ખાસ ફીચર ક્યારે મળશે.
આ પણ વાંચો: વોટ્સએપ અપડેટમાં Meta દ્વારા ઉમેરવામાં આવ્યું એક ખાસ ફીચર