BSPમાંથી હાંકી કાઢ્યા બાદ સાંસદ દાનિશ અલીએ કોંગ્રેસનો હાથ પકડ્યો
નવી દિલ્હી, 20 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીઓમાં ઊથલપાથલ ચાલી રહી છે. અમરોહાના લોકસભા સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાં જોડાયા છે. દાનિશ અલી એક સમયે બહુજન સમાજ પાર્ટીનો મહત્વનો ભાગ હતા. ડિસેમ્બર 2023 માં, BSP વડા માયાવતીએ દાનિશ અલીને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓને કારણે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. દાનિશ અલી માયાવતીની પાર્ટીના અગ્રણી નેતાઓમાંના એક હતા. અગાઉ, કોંગ્રેસ સાથે તેમની વધતી જતી નિકટતાને તેમની હકાલપટ્ટીનું કારણ માનવામાં આવતું હતું.
દાનિશ અલી કોંગ્રેસમાં જોડાયા
#WATCH | Amroha Lok Sabha MP Danish Ali joins the Congress Party, in Delhi. pic.twitter.com/3HY2pzUfGF
— ANI (@ANI) March 20, 2024
કોંગ્રેસના મીડિયા ચીફ પવન ખેડાની હાજરીમાં દાનિશ અલી કોંગ્રેસમાં જોડાયા હતા. પવન ખેડાએ યુપીના ખાસ રાજકીય ચહેરાને પુષ્પગુચ્છ આપીને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા. કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવા અંગે સાંસદ દાનિશ અલીએ કહ્યું કે, દેશના આજે જે સંજોગો છે તે કોઈનાથી છુપાયેલા નથી. એક તરફ વિભાજનકારી શક્તિઓ છે, તો બીજી તરફ ગરીબો, વંચિતોને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરી રહેલા લોકો છે. મારી ભાવિ રાજકીય સફર માટે, મેં આજે કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ લેવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
#WATCH कांग्रेस पार्टी में शामिल होने पर सांसद दानिश अली ने कहा, “आज जो देश की परिस्थितियां हैं वो किसी से छुपी नहीं है। एक तरफ विभाजनकारी शक्तियां हैं और दूसरी तरफ देश के गरीब, वंचित और पीड़ित लोगों को न्याय दिलाने के लिए संघर्ष करने वाली शक्तियां हैं…अपनी भविष्य की राजनीतिक… https://t.co/gFtCzlwnb8 pic.twitter.com/xSpzo6VW6r
— ANI_HindiNews (@AHindinews) March 20, 2024
આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીરના બીજેપી નેતા લાલ સિંહે પણ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. આ બંનેને દિલ્હીમાં પવન ખેડા દ્વારા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. જો કે, પહેલેથી જ દાનિશ અલીની કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલતી હતી. અગાઉ તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પણ ભાગ લીધો હતો. જો કે, એક સપ્તાહ પહેલા જ તેમણે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.
રમેશ બિધુરી સાથેના વિવાદ બાદ દાનિશ અલી ચર્ચામાં આવ્યા
દાનિશ અલી ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે લોકસભામાં ચંદ્રયાન-3 પર ચર્ચા દરમિયાન બીજેપી સાંસદ રમેશ બિધુરીએ તે સમયના બસપા સાંસદ કુંવર દાનિશ અલી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. દાનિશ અલીએ લોકસભા સ્પીકરને પત્ર લખીને રમેશ બિધુરીની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસે માંગ કરી હતી કે બિધુરી સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટના બાદ રાહુલ ગાંધી દાનિશ અલીને તેમના ઘરે મળ્યા હતા.
આ પણ વાંચો: બિહારના વગદાર નેતા પપ્પુ યાદવની પાર્ટીનું કોંગ્રેસમાં વિલય, અખિલેશ સિંહે દર્શાવી નારાજગી