ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજ્યપાલપદ છોડી ભાજપમાં ઘરવાપસી કરી તમિલિસાઈએ, હવે ચૂંટણી લડશે?

હૈદરાબાદ (તેલંગાણા), 20 માર્ચ: તેલંગાણાના ગવર્નર અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી રાજીનામું આપ્યાના બે દિવસ બાદ તમિલિસાઈ સૌંદરરાજન ફરીથી ભાજપમાં જોડાયા છે. તમિલિસાઈએ કહ્યું કે, પદ છોડવું એ તેમના માટે મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ તેઓ પાર્ટી માટે ફરીથી કામ કરવા માટે ખુશ છે.

તમિલનાડુમાં ફરી કમળ ખીલશે: તમિલિસાઈ

તમિલિસાઈએ કહ્યું કે, ‘તમિલનાડુમાં કમળ ચોક્કસપણે ખીલશે. તેમણે કહ્યું કે, આ એક મુશ્કેલ નિર્ણય છે, કારણ કે રાજ્યપાલના રૂપમાં મારી પાસે ઘણી સુવિધાઓ હતી. જો કે, ગવર્નર પદ છોડ્યાનો મને એક ટકા પણ અફસોસ નથી. હું પીએમ મોદીની પ્રશંસા કરું છું કે, જે રીતે તેઓ લોકો સાથે જોડાય છે. તેથી અમે પણ લોકો સાથે જોડાઈને તેમની સેવા કરવા માંગીએ છીએ. હું ચોક્કસપણ ઉમેદવાર બનીશ પણ એ હાઇકમાન્ડ નક્કી કરશે કે કયો મતવિસ્તાર છે.

રાજ્યમાં યોગદાન આપવા તમિલિસાઈએ પદ છોડ્યું: BJP

તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ કહ્યું કે તમિલિસાઈએ તેમનું પદ છોડી દીધું છે કારણ કે તે રાજ્યમાં યોગદાન આપવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ સરળ નિર્ણય નથી. NDA 400થી વધુ સીટો જીતવા જઈ રહી છે. એટલા માટે તમિલિસાઈ રાજકારણમાં રહીને ભાજપમાં યોગદાન આપવા માંગે છે. ગવર્નર પદથી રાજીનામું આપીને આજે તેઓ ફરી એક કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા છે. આ ભાવના દર્શાવે છે કે, તેમને લોકો અને ભાજપ પાર્ટીને કેટલો પ્રેમ કરે છે. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી ગઠબંધન અને સીટ શેરિંગની વાટાઘાટો કરવા પાંચ દિવસ માટે ચેન્નઈમાં છે. તમિલિસાઈએ તેમના બહોળા રાજકીય અનુભવ સાથે પાર્ટીમાં સામેલ જોડાયા છે. અમે તેમને અમારી પાર્ટીમાં ફરીથી આવકારીએ છીએ.

રાષ્ટ્રપતિએ તમિલિસાઈનું રાજીનામું સ્વીકાર્યું હતું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ મંગળવારે સૌંદરરાજનનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમનું રાજીનામું સ્વીકાર્યા પછી રાષ્ટ્રપતિ મૂર્મૂએ ઝારખંડના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કાર્યભાર સંભાળવા માટે નિમણૂક કરી છે.

આ પણ વાંચો: તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સુંદરરાજને આપ્યું રાજીનામું, લડી શકે છે લોકસભા ચૂંટણી

Back to top button