ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

ભગવાન ચારભુજાનાથની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ ચિત્તોડગઢમાં તંગદિલી, 1નું મૃત્યુ

Text To Speech
  • એક વિશેષ સમુદાયના લોકો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો આરોપ

ચિત્તોડગઢ, 20 માર્ચ: રાજસ્થાનના ચિત્તોડગઢમાં ભગવાન ચારભુજાનાથની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું છે. એક વિશેષ સમુદાય દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ અને એકનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ થયેલી વ્યક્તિની સ્થળ પર દુકાન હતી અને તે હાર્ટ પેશન્ટ પણ હતો.

આ સમગ્ર મામલો શું છે?

ચિત્તોડગઢ જિલ્લાના રશ્મી પોલીસ સ્ટેશન વિસ્તારના પહુના ગામમાં દશમીના અવસર પર ભગવાન ચારભુજાનાથની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં સ્થિતિ તંગ બની ગઈ હતી. એક વિશેષ સમુદાયના લોકો પર પથ્થરમારો કરવાનો આરોપ છે. મળતી માહિતી અનુસાર, રશ્મી સબડિવિઝન વિસ્તારના રશ્મી પોલીસ સ્ટેશન વિસ્તારના પહુના ગામમાં દશમી તિથિ પર ચારભુજાનાથની શોભાયાત્રા કાઢવામાં આવે છે.

આ યાત્રામાં ગ્રામજનો ઢોલ-નગારા સાથે ગામના વિવિધ માર્ગો પરથી પસાર થાય છે. મંગળવારે દશમી નિમિત્તે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન, જ્યારે યાત્રા નગરના મુખ્ય બજારમાં આવેલી દરગાહ પાસે પહોંચ્યું ત્યારે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો અને આ ઝગડા બયાદ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. મંગળવારે રાત્રે તેને ભીલવાડા ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જે દરમિયાન રસ્તામાં જ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તે હાર્ટ પેશન્ટ પણ હતા અને સ્થળ પર તેની દુકાન છે.

આ પણ જુઓ: પિતા એસ્કેલેટર પર ચઢી રહ્યા હતા, દીકરો ખોળામાંથી સરકીને 40 ફૂટ નીચે પટકાતા ગુમાવ્યો જીવ

Back to top button