‘હનુમાન ચાલીસા’ અને ‘અઝાન’ પર વિવાદ વકર્યો, દેખાવ કરતાં BJP સાંસદ તેજસ્વી સૂર્યાની અટકાયત
બેંગલુરુ (કર્ણાટક), 19 માર્ચ: બેંગલુરુમાં અઝાન દરમિયાન હનુમાન ચાલીસા વગાડતા દુકાનદારને મારવાની ઘટનાએ તંગદિલી સર્જી છે. હવે આ મામલે વિરોધ શરૂ થયો છે. ભાજપે મંગળવારે શહેરમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને તેમાં સાંસદ તેજસ્વી સૂર્યા પણ હાજર હતા. આ વિરોધ ઉગ્ર બનતા પોલીસે તેજસ્વી સૂર્યાને થોડા સમય માટે કસ્ટડીમાં લીધા છે. આ દરમિયાન ભાજપના નેતાઓએ અલ્ટીમેટમ આપ્યું હતું કે આવતીકાલે એટલે કે બુધવારે સાંજે 4 વાગ્યા સુધીમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે. ધરપકડ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
#WATCH | Karnataka: People protest after an altercation occurred between a group of people and a shopkeeper during ‘Azaan’ time.
The altercation occurred on Sunday (17.03.24) when a shopkeeper played devotional songs near Siddanna Layout, in Bengaluru. pic.twitter.com/CdZ2YiW4xa
— ANI (@ANI) March 19, 2024
દેખાવકારોએ ભગવા ઝંડા સાથે પ્રદર્શન કર્યુુ
શહેરના સિદાના વિસ્તારમાં લોકો એકઠા થયા હતા અને ‘જય શ્રી રામ’ના નારા અને ભગવા ઝંડા સાથે પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ કહ્યું કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. આ મામલે કોઈ અવાજ ઉઠાવવાની જરૂર નથી કારણ કે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. આ ઘટના રવિવારે બની હતી, જ્યારે કેટલાક તોફાની તત્વોએ એક દુકાનદાર પર હુમલો કર્યો હતો કારણ કે તે મોટેથી હનુમાન ચાલીસા વગાડતો હતો. દેખાવકારોએ કહ્યું કે અઝાન સમયે આવું કેમ કરવામાં આવ્યું? આ કેસમાં અત્યાર સુધી બેંગલુરુ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
ભાજપે રાજ્ય સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લાગવ્યો
આ મામલે ભાજપે કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ પૂછ્યું કે શું કોંગ્રેસ શાસિત રાજ્યમાં હનુમાન ચાલીસા પર પણ પ્રતિબંધ છે? ભાજપના નેતા આર. અશોકે કહ્યું કે આ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી છે. તુષ્ટિકરણના પ્રયાસમાં બદમાશોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે કોંગ્રેસના શાસનમાં હિન્દુઓ સાથે ત્રીજા વર્ગના નાગરિકો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. જો કે, આ કેસનો ભોગ બનેલા મુકેશે નાગરથપેટ પોલીસ સ્ટેશન જઈને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
બીજેપી સાંસદે આવતીકાલ સુધીનું અલ્ટીમેટમ આપ્યું
#WATCH | Bengaluru, Karnataka | BJP MP Tejasvi Surya joins the protest in Bengaluru following an altercation between a group of people and a shopkeeper during ‘Azaan’ time on Sunday, 17th March near Siddanna Layout. pic.twitter.com/SKy6NoJxPM
— ANI (@ANI) March 19, 2024
બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા પણ આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં જોડાતા તેમણે આવતીકાલ સુધીનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. તેજસ્વીએ કહ્યું, ‘આવી સરકારમાં સામાન્ય લોકોનો વિશ્વાસ કેવી રીતે કેળવશે? આ કેસમાં મુખ્ય આરોપીઓના નામ સમગ્ર કેસમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. પોલીસ હજુ સુધી યોગ્ય FIR પણ નોંધી શકી નથી. અમે મુખ્યમંત્રી પાસે માંગ કરીએ છીએ કે આ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધીમાં તમામની ધરપકડ કરવામાં આવે. આ મામલે તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે.
આ પણ વાંચો: દુકાનદારે અઝાન દરમિયાન હનુમાન ચાલીસા વગાડતાં મુસ્લિમ છોકરાઓએ માર માર્યો; FIR