ટ્રેન્ડિંગમનોરંજન

પિતાની પુણ્યતિથિ પર ભાવુક થઈ ઐશ્વર્યા, આરાધ્યા અને મા સાથે શેર કરી લેટેસ્ટ તસવીર

  • ઐશ્વર્યા તેના માતા પિતાની ખૂબ નજીક છે અને આ વાત તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરતી રહે છે. પિતાની પુણ્યતિથિ પર ઐશ્વર્યાએ તેમને યાદ કરીને એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. આ તસવીરોમાં તેની સાથે માતા વૃંદા રાય અને પુત્રી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી રહી છે.

19 માર્ચ, મંગળવારઃ બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન દુનિયાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તેના પરિવાર સાથે તસવીરો શેર કરતી રહે છે. ઐશ્વર્યા તેના માતા પિતાની ખૂબ નજીક છે અને આ વાત તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરતી રહે છે.

પિતાની પુણ્યતિથિ પર શેર કરી વણદેખી તસવીરો

તાજેતરમાં જ, ઐશ્વર્યાએ તેના સ્વર્ગસ્થ પિતાને યાદ કરતી હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી છે. ઐશ્વર્યા તેના સ્વર્ગસ્થ પિતા કૃષ્ણરાજ રાયની ખૂબ જ નજીક હતી. જો કે, 19 માર્ચ, 2017ના રોજ કૃષ્ણરાજ રાયનું અવસાન થયું હતું. ઐશ્વર્યા આજે પણ તેના પિતાને ખૂબ જ યાદ કરે છે અને તેમની તસવીરો શેર કરતી રહે છે. મંગળવારે તેના પિતાની પુણ્યતિથિ પર ઐશ્વર્યાએ તેમને યાદ કરીને એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. આ તસવીરોમાં તેની સાથે માતા વૃંદા રાય અને પુત્રી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી રહી છે. આરાધ્યાની આ લેટેસ્ટ તસવીર છે.

પિતાને યાદ કરીને કહી આ વાત

અભિનેત્રીએ પિતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તેણે એક વણદેખી તસવીર શેર કરી છે જેમાં દિવંગત પિતા કૃષ્ણરાજ રાયે પૌત્રી આરાધ્યાને તેડી છે અને બંને ખૂબ ખુશ છે. આરાધ્યા નાનાને ગાલ પર કિસ કરી રહી છે. તસવીરોસાથે ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું છે, ‘ડિયર ડેડી અને અજ્જા, તમને અનંત પ્રેમ કરું છું. તમારા બધા આશીર્વાદ માટે આભાર.’ અભિનેત્રી તેના પિતાને પ્રેમથી અજ્જા કહીને બોલાવતી હતી.

આરાધ્યાનો નવો લુક

આ તસવીરમાં આરાધ્યા બચ્ચન હવે ઘણી મોટી દેખાઈ રહી છે. તેનો ફેસ કટ પણ તેની માતાની જેમ સુંદર લાગે છે. તાજેતરમાં, આરાધ્યા તેના માતા-પિતા અભિષેક અને ઐશ્વર્યા સાથે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન જોવા મળી હતી, જ્યાં તેનો લુક એકદમ અલગ હતો. તેની તસવીરોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી.

આ પણ વાંચોઃ વીર સાવરકર માટે રણદીપ હુડ્ડાનું ખતરનાક બોડી ટ્રાન્સફોર્મેશન, જુઓ ફોટા

Back to top button