નેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

દેશમાં કેમ IMD સચોટ આગાહી કરવામાં નિષ્ફળ જાય છે ?

Text To Speech

ઘણી વખત એવું બને છે કે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે અને તેના અનુરૂપ વરસાદ પડતો નથી. તેમજ જ્યારે આગાહી ન થાય ત્યારે ધોધમાર વરસાદ વરસી જાય છે. આ દરમિયાન ઘણી વખત આપણે એવું લાગે છે વિદેશમાં જે રીતે હવામાન વિભાગ કામ કરે છે તેમ ભારતીય હવામાન વિભાગ (IMD) કાર્યક્ષમ નથી.

દેશમાં શું છે IMD ની સ્થિતિ

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, દેશમાં હાલમાં ફક્ત 34 રડાર હાજર છે. છેલ્લા 5 વર્ષમાં આ સંખ્યા ફક્ત 6 જેટલી જ વધી છે. તેમજ આગામી 2025 સુધીમાં તેની સંખ્યા 65 થઈ શકશે. જ્યારે અમેરિકામાં લગભગ 200 ડોપ્લર રડારની સાથે હવામાનની આગાહી થાય છે. જો કે, IMDના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકનો દાવો છે કે ભારત દુનિયામાં ચક્રવાતની ભવિષ્યવાણી કરવામાં ખૂબ આગળ છે અને ડેટા ગણતરીના મામલામાં, દેશ ફક્ત જાપાન, ચીન, યુરોપ અને અમેરિકા પછી પાંચમા સ્થાન પર છે. તેથી એવું નહીં કહી શકાય કે IMD ખૂબ જ પાછળ ચાલી રહ્યું છે.

જો કે સરકાર દ્વારા પણ તેના પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. એટલું જ નહીં એક રિપોર્ટ અનુસાર છેલ્લા 5 વર્ષ દરમિયાન IMDની ભવિષ્યવાણીઓમાં થોડો સુધારો થયો છે, પરંતુ હજુ પણ સુધારાની જરૂરત છે. હવામાનની ભવિષ્યવાણીના મોડલ મોટા પાયે અત્યંત વિશિષ્ટ પ્રકારનાં સાધનો દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધાર રાખે છે. તેના માટે ડોપ્લર રડાર, ઉપગ્રહ ડેટા, રેડિયોસોંડેસ, સપાટીનું અવલોકન કેન્દ્ર અને કમ્પ્યુટિંગ સાધનો જેવા વિવિધ ઉપકરણોની જરૂરત હોય છે, જેથી હવામાનના વિકાસની ભવિષ્યવાણી અને પૂર્વાનુમાન કરી શકાય. જો કે ભારતે આમાંના કેટલાક ક્ષેત્રોમાં ક્ષમતા વધારી દીધી છે, પરંતુ આ યુરોપ અને અમેરિકાના અદ્યતન દેશોથી હજુ થોડું પાછળ છે.

ખરાબ નેટવર્કિંગ પણ મુખ્ય કારણ

ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું હતું, પરંતુ સ્થાનિક સ્તરે હવામાનની આગાહી કરવા માટે ત્યાં કોઈ સ્થાનિક રડાર સિસ્ટમ નથી. જો કે, ત્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ચોમાસાની ઋતુમાં આવે છે. જમ્મુ, શ્રીનગર અને કુફરી જેવા સ્થળોએ રડાર છે, પરંતુ અમરનાથ તેમજ કુલ્લુમાં કદાચ જ કોઈ રડાર છે. જો કે, હવે રડાર સિસ્ટમ એટલી વિકસિત થઈ ગઈ છે કે, આવા વિસ્તારોમાં એક નાનું સ્થાનિક રડાર લગાવી શકાય છે. હવામાન વિભાગનો દાવો છે કે, મોટા ભાગના સ્થળો પર રડારની સારી વ્યવસ્થા છે, પરંતુ ઘણા સ્થળો પર રડાર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા. બેંગલુરુ જેવા મોટા શહેરો અને અત્યંત મહત્વપૂર્ણ અંડમાનમાં કોઈ રડાર કવરેજ નથી. જ્યાંથી ઘણી ચક્રવાત સિસ્ટમ શરૂ થાય છે. છેલ્લા 20 વર્ષથી યોજના બની રહી છે કે આના માટે કાર નિકોબાર દ્વીપ પર ડોપ્લર રડાર લગાવવામાં આવશે, પરંતુ હજુ સુધી કંઈ નથી થઈ શક્યું.

ઉષ્ણકટિબંધીય આબોહવના કારણે મુશ્કેલી

ભારતમાં એક અજીબોગરીબ ભૌગોલિક સ્થિતિ છે, કારણ કે તે દરિયાકાંઠાઓ, મેદાનો અને પર્વતીય પ્રદેશોનું મિશ્રણ છે. વધુ ઊંચાઈવાળા વિસ્તારોની તુલનામાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં હવામાનની ભવિષ્યવાણી વધુ પડકારજનક હોય છે. ભારતમાં લગભગ સાત હજાર કિલોમીટરનો દરિયાકિનારો છે, જેનો હવામાન ગતિવિધિઓ પર ભારે પ્રભાવ પડે છે. જો તેની તુલના યુરોપિયન દેશો સાથે કરવામાં આવે, જે મધ્યમ ઊંચાઈ પર છે, તો ત્યાં ઝડપી મોસમી ફેરફારો ખૂબ ઓછા થાય છે.

Back to top button