સુરતમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, સુસાઈડ નોટ મળી આવી
- પોલીસને મૃતક મહિલા પાસેથી સુસાઈડ નોટ મળી આવી
- મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો
- પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે
સુરતમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. જેમાં સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી. મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી છે.
પોલીસને મૃતક મહિલા પાસેથી સુસાઈડ નોટ મળી આવી
શહેરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહિલા કોન્સ્ટેબલે કે જેઓ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા અને અચાનક આપઘાત કરી લેતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. તો પોલીસને મૃતક મહિલા પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. સુસાઈડ નોટમાં શું છે તેનો કંઈ ઉલ્લેખ હજી સુધી પોલીસે કર્યો નથી. હાલમાં પોલીસે પરીવારનો સંપર્ક કર્યો છે અને નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે.
પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે
દિવસેને દિવસે લોકોની સહન શકિત ઘટતી જાય છે અને જિંદગીથી હારી આપઘાત કરતા હોય છે. સુરતમાં સિંગણપોર પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે, કયાં કારણોસર આપઘાત કર્યો તેની માહિતી હજી સુધી સામે આવી નથી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે.