ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત, જાણો હવામાન વિભાગે તાપમાનની શું કરી આગાહી

Text To Speech
  • રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રી પાર પહોચ્યો
  • અમદાવાદમાં તાપમાન 36.6 ડિગ્રી પાર નોંધાયું
  • 4 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોચ્યું

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઇ છે. જેમાં હવામાન વિભાગે તાપમાનની આગાહી છે. તેમાં રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રી પાર પહોચ્યો છે. તેમજ રાજકોટમાં સૌથી વધુ 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા 4 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોચ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, સુસાઈડ નોટ મળી આવી

6 શહેરોમાં તાપમાન 37 ડિગ્રી પાર નોંધાયું છે

6 શહેરોમાં તાપમાન 37 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 36.6 ડિગ્રી પાર નોંધાયું છે. અને તાપમાનમાં વધારો થવાની આગાહી છે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી જશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જોઇએ તો અમદાવાદ 36.6 ડિગ્રી, ગાંધીનગર 36.1 ડિગ્રી, ડીસા 35.6 ડિગ્રી, વડોદરા 36.0 ડિગ્રી, અમરેલી 37.0 ડિગ્રી, ભાવનગર 35.6 ડિગ્રી, રાજકોટ 39.1 ડિગ્રી, સુરેન્દ્રનગર 38.3 ડિગ્રી, પોરબંદર 38.0 ડિગ્રી, ભુજ 38.7 ડિગ્રી, નલિયા 37.2 ડિગ્રી, કંડલા 37.3 ડિગ્રી, કેશોદ 37.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.

એકંદરે સમગ્ર રાજ્યમાં ધુળેટી સુધી સુકુ અને ગરમ હવામાન રહેશે

રાજ્યમાં સર્વાધિક તાપમાન રાજકોટમાં 39.1 સે. નોંધાયું છે તો ભૂજમાં પણ 38.7 સે.સાથે 15થી વધુ સ્થળોએ તાપમાન 36 સે.ને પાર થયું હતું અને ઓખા, દ્વારકા, દિવ, વેરાવળ, દમણ,સુરત જેવા દરિયાકાંઠા નજીકના સ્થળોને બાદ કરતા તમામ સ્થળે ઉનાળાની ગરમી અનુભવાઈ હતી. આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાળ વિસ્તારમાં ગરમીની સાથે ભેજને કારણે અકળાવી મુકી તેવું હવામાન રહેવા મૌસમ વિભાગે આગાહી કરી છે. એકંદરે સમગ્ર રાજ્યમાં ધુળેટી સુધી સુકુ અને ગરમ હવામાન રહેશે.

Back to top button