ઉત્તર ગુજરાતગુજરાત

એક બાજુ બનાસની બેન એક બાજુ બનાસ બેંક : ગેનીબેન ઠાકોર

Text To Speech
  • બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડીસામાં ઝંઝાવતી પ્રચાર ચાલુ કર્યો

પાલનપુર 18 માર્ચ 2024 : બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર ઝુંબેશ શરૂ થઈ ગયો છે. ત્યારે આજે ડીસા તાલુકાના ઢેઢાલ ગામે યોજાયેલ કોંગ્રેસ ઉમેદવારની જાહેર સભામાં ગેનીબેન ઠાકોરે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે નિશાન તાકતા એક બાજુ બનાસની બેન છે અને બીજી બાજુ બનાસ બેંક હોવાનું નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે તેમાં આજે ડીસા તાલુકાના ગામડાઓમાં તેમની જાહેર સભાઓ યોજાઇ હતી, તે અંતર્ગત ઢેઢાલ ગામે મહાકાળી માતાજીના મંદિરે પણ ગ્રામજનોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેનીબેન ઠાકોરે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે, બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય એને સહકાર રાખ્યુ જ નથી, માત્ર તેમના રાજકીય મેળવડા કરવા માટે અને હવે બનાસડેરી પર માત્ર ભાજપના ઝંડા જ બાંધવાના બાકી છે, અમે તો એવું કહીએ છીએ કે હવે તમે એવું નક્કી કરોને કે જેટલા ભાજપના પરિવાર હોય એમનું દૂધ લેવાનું બાકીનું દૂધ લેવાનું નઈ એવું માથે લખો એટલે ખબર પડે. બનાસની બેન ગેનીબેન એટલે એક બાજુ બનાસની બેન છે અને બીજી બાજુ બનાસની બેન્ક છે. બનાસની બેન એટલે બેન શબ્દ ખૂબ ઊંચો છે અને બનાસબેંકને પહોંચી વળવાની તાકાત એ તમારા બધાયમાં છે.

આ પણ વાંચો : ચૂંટણી પંચના આદેશ બાદ IAS એ કે રાકેશ બન્યાં ગુજરાતના નવા ગૃહ સચિવ

Back to top button