ટ્રેનમાં યુવકને હાર્ટ અટૈક આવ્યો, ટિકિટ ચેકિંગ સ્ટાફે સીપીઆર આપી જીવ બચાવ્યો
ભાવનગર, 18 માર્ચઃ પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફ ચેતન કે દેવાણી (મુખ્ય ટિકિટ નિરીક્ષક, જૂનાગઢ), સોમવારે જેતલસર અને જૂનાગઢ વચ્ચે ઓખા-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (19252) માં ફરજ પર હતા. ટિકિટ ચેકિંગ સમયે, જનરલ કોચમાં એક સજ્જન પેસેન્જર, જેની ઉંમર 45 થી 50 વર્ષની આસપાસ હશે, તે બેભાન અવસ્થામાં પડ્યો હતો અને તેની સાથે કોઈ નહોતું.
તેઓએ તરત જ તેના શ્વાસ અને નાડી તપાસી, અને તે મુસાફર મુશ્કેલીમાં હોવાનું જણાયું. પછી તેણે CPR (કાર્ડિયો-પલ્મોનરી રિસુસિટેશન) આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન પેસેન્જરના ફોન પર તેના એક સંબંધીનો ફોન આવ્યો જે તેને લેવા માટે કરવા જૂનાગઢ સ્ટેશને પહોંચ્યા હતા. ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા ફોન રિસીવ કરવામાં આવ્યો હતો અને પેસેન્જરની સ્થિતિની જાણ કરવામાં આવી હતી. સતત સીપીઆરના કારણે મુસાફર જૂનાગઢ પહોંચે તે પહેલા જ હોશમાં આવી ગયો હતો. જૂનાગઢ પહોંચતાં જ પેસેન્જરને ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા તેના સંબંધીને સોંપવામાં આવ્યો હતો, જે તે સમયે સારું લાગતાં તેને હોસ્પિટલ લઈ જવાની સલાહ પણ આપવામાં આવી હતી.
આ રીતે સમયસર સીપીઆર આપવાથી વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવી શકાય છે. આ કાર્ય માટે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ શર્મા, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ અને આ ઘટના વિશે જાણનારા તમામ લોકોએ રેલવે કર્મચારીની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો આદેશ, કેમ્પસમાં કોઇપણ ધાર્મિક પ્રવૃત્તિ નહિ થઈ શકે