કૈટરિનાના કારણે વિક્કીને સાંભળવા પડે છે ટોણાં, વહૂ માટે શું કહે છે માતા?
- એક મેગેઝીન સાથે વાતચીત દરમિયાન વિક્કીએ જણાવ્યું કે કૈટરિના જ્યારે ઘરે આવે છે તો તેની મા ખૂબ ખુશ થઈ જાય છે, કેમકે તેની વહૂ ટિંડોળા, તુરિયા અને ગલકાનું શાક ખાય છે!
વિક્કી કૌશલ સાથે કોઈ પણ વાતચીત થતી હોય, પરંતુ તેમાં કૈટરિનાનો ઉલ્લેખ ન આવે તેવું બની જ ન શકે. તે હંમેશા પત્નીના વખાણ કરતો રહે છે. એક મેગેઝીન સાથે વાતચીત દરમિયાન વિક્કીએ જણાવ્યું કે કૈટરિના જ્યારે ઘરે આવે છે તો તેની મા ખૂબ ખુશ થઈ જાય છે, કેમ કે તેની વહૂ ટિંડોળા, તુરિયા અને ગલકાનું શાક ખાય છે! વિક્કીએ એ પણ જણાવ્યું કે તેને જમવાનું બનાવતા આવડતું નથી.
વિક્કી નથી કરી શકતો રસોઈ
કૈટરિના કૈફ કૌશલ પરિવારની ફેવરિટ વહૂ બની ચૂકી છે. તેના સાસુ-સસરા પણ તેનાથી ખૂબ ખુશ રહે છે. વિક્કીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેને રસોઈ બનાવતા આવડતું નથી. બસ ખાલી ઈંડા બાફી શકે છે અને ચા બનાવી શકે છે. વિક્કીને પૂછવામાં આવ્યું કે શું તે રસોઈ બનાવી શકે છે? તો તેણે કહ્યું, મેં જિંદગીમાં ક્યારેય બનાવી નથી. ચા બનાવવાનું અને ઈંડા બાફવાનું ફાવે છે અને તે પણ હું કોરોના સમયે શીખ્યો, કેમ કે ત્યારે કરવા માટે બીજું કંઈ કામ ન હતું. ફક્ત ફિલ્મો જોયા કરતો હતો.
સનીને સલાહ આપતો નથી
વિકીએ કહ્યું સની ઘણું બધું બનાવી લે છે અને સારું બનાવે છે. તે મારાથી એક વર્ષ અને ચાર મહિના નાનો છે. અમે મિત્રો જેવા જ છીએ. હું તેને કોઈ સલાહ આપતો નથી અને તે લેતો પણ નથી. અમે બસ અમારા અનુભવ એકબીજા સાથે શેર કરીએ છીએ.
કૈટરિના આવે તો મમ્મી થાય છે ખુશ
ઘરે શું જમો છો તેની પર વિક્કી કહે છે કે જમવાની બાબતમાં કૈટરિના વધુ વેજિટેરિયન છે. તેને સિમ્પલ જમવાનું પસંદ છે. તે છોલે-ભટૂરે ઓછા ખાય છે, પરંતુ હું ખૂબ ખાઉં છું. જ્યારે કૈટરિના ઘરે આવે છે ત્યારે મારી માતા ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે મેં આખી જિંદગી મારા છોકરાઓને ટિંડોળા, બિન્સ અને ગલકા-તુરિયા ખવડાવવાની કોશિશ કરી, પરંતુ તેમણે ન ખાધું. હવે મને એવી વહુ મળી ગઈ છે જે રોજ આ બધું ખાય છે. અમે એક સામાન્ય કપલ છીએ, પરંતુ અમારા પ્રોફેશને અમને પબ્લિકની નજરમાં રાખ્યું છે.
આ પણ વાંચોઃ નાસ્તિક હોવા છતાં મુસ્લિમ હોવું મજબૂરી, જાવેદ અખ્તરે કહ્યું કેમ બદલી નથી શકતા ધર્મ?