મોરબી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા આદેશ
- હથિયાર ખરીદ વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેચાણ કરશે તો પણ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરવાનાધારકને હથિયારની સોંપણી કરી શકશે નહીં
મોરબી, 18 માર્ચઃ મોરબી જિલ્લાની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સંબંધકર્તા પોલીસ સ્ટેશનમાં તા. ૨૩/૦૩/૦૨૦૨૪ સુધીમાં જમા કરાવી દેવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરીએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે લોક સભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા નિવારક પગલાના ભાગરૂપે વિવિધ પગલાં લેવા જરૂરી હોઈ જિલ્લા મેજીસ્ટ્રેટ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયાર પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજ્યના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલા હોય તેવા હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા. આ સમયગાળા દરમિયાન હથિયાર ખરીદ વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેચાણ કરશે તો પણ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરવાનાધારકને હથિયારની સોંપણી કરી શકશે નહીં.
આ આદેશ અન્વયે ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવે છે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલી સરકારી/અર્ધ સરકારી સંસ્થાઓ બેંક કોર્પોરેશન સહિતના નામે જે હથિયાર પરવાનો ધરાવતા તેમને તેમના પરવાનાવાળા હથિયારો જમા કરવામાં મુક્તિ આપવામાં આવે છે. ઔદ્યોગિક એકમો, એકમો ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે પોતાના પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શિયલ બેંકો, એટીએમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરિટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવાથી મુક્તિ આપવામાં આવે છે.
આવા સિક્યુરિટી ગાર્ડન તેઓને જે એજન્સ/એકમમાં ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી એકમનું ફોટોગ્રાફ સાથેનો ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે તેમજ જે તે સંબંધીત એજન્સી એકમના અધિકૃત અધિકારીશ્રી આવા સિક્યુરિટીગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમ અનુસાર ચકાસણી કરી લેવાની રહેશે. શૂટિંગની રમતના રમતવીર કે જેઓ વિવિધ સ્તરે રાષ્ટ્રીય રાયફલ એસોસિએશનના સભ્ય છે અને તેમણે વિવિધ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવાનો થતો હોય જેમાં તેઓ તેમની રાઇફલનો ઉપયોગ કરે છે તેમને આ પ્રતિબંધ માંથી મુક્તિ આપવામાં આવશે. આ જાહેરનામું ૧૫/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે
આ પણ વાંચોઃ PM મોદીએ વિપક્ષના હુમલાને બનાવ્યું હથિયાર, રાહુલ ગાંધીના ‘શક્તિ’ નિવેદન પર કર્યો પલટવાર