ગુજરાત: બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર
- ભાવ ગત વર્ષની સરખામણીએ સારા રહેતાં ખેડૂતોને હાશકારો
- આ વખતે વીઘે 325થી 350 મણ ઉતારો બેસવાની ધારણા
- બટાકાની સિઝન શરૂ થતાં ખેડૂતોએ પાક કાઢવાનો શરૂ કર્યો
ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. આ વર્ષે ફાયદો થવાની ધારણા છે. જેમાં બટાકાના ઉત્પાદનમાં ઘટાડો પણ ભાવ સારા મળતાં ખેડૂતોને હાશકારો થયો છે. પોખરાજ બટાકાનો ભાવ રૂ.220થી રૂ.260 બોલાતા ધરતી પુત્રોને રાહત થઇ છે. બટાકાની ખેતીમાં ગત વર્ષે નુકસાની સહન કરનારા ખેડૂતોને આ વર્ષે ફાયદો થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી શરુ, જાણો કયા શહેરમાં તાપમાન સૌથી વધુ રહ્યું
ભાવ ગત વર્ષની સરખામણીએ સારા રહેતાં ખેડૂતોને હાશકારો
અરવલ્લી જિલ્લાના કોલ્ડ સ્ટોરેજોમાં બટાકાની આવક શરૂ થઈ છે. તેમાં વીઘે 325થી 350 મણનો સરેરાશ ઉતારો છે. અરવલ્લી જિલ્લામાં ગત વર્ષે બટાકાની ખેતીમાં નુકસાની સહન કરનારા ખેડૂતોને આ વર્ષે ફાયદો થાય તેવી ધારણા છે. આ વર્ષે બટાકાનો ભાવ રૂ.220થી 340 સુધીનો સરેરાશ બોલાઈ રહ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતુ. આ વર્ષે વાતાવરણ ધારણા પ્રમાણે સાનુકુળ ન રહેતાં અને માવઠુ થતાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે પણ ભાવ ગત વર્ષની સરખામણીએ સારા રહેતાં ખેડૂતોને હાશકારો થયો છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, કારનું પડીકુ વડી જતા 3 લોકોના મૃત્યુ
બટાકાની સિઝન શરૂ થતાં ખેડૂતોએ પાક કાઢવાનો શરૂ કર્યો
અરવલ્લી જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં આ વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં બટાકાનું 20,257 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતુ. હવે બટાકાની સિઝન શરૂ થતાં ખેડૂતોએ પાક કાઢવાનો શરૂ કર્યો છે. ખેડૂતો બટાકા કાઢી રહ્યા છે. જિલ્લાના કોલ્ડ સ્ટોરેજોમાં બટાકાની આવક શરૂ થઈ છે. આગામી થોડા જ દિવસોમાં કોલ્ડ સ્ટોરેજો બટાકાથી ભરાવા લાગશે. તેમ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો જણાવી રહ્યા છે. ગત વર્ષે 100 રૂપિયે પણ કોઈ બટાકા લેવા તૈયાર ન હતુ. જેના કારણે ખેડૂતોએ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. ગત વર્ષે બટાકાની ખેતીમાં ઘણાં ખેડૂતો દાઝયા હતા. પરંતુ આ વર્ષે નુકસાની સરભર થઈ જાય તેવી શક્યતાઓ છે. આ વર્ષે બટાકાની ખેતીને વાતાવરણ માફક રહ્યુ ન હતુ. ઉપરાંત માવઠું થતાં બટાકાને વિપરીત અસર થઈ હતી. પરિણામે આ વર્ષે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે.
આ વખતે વીઘે 325થી 350 મણ ઉતારો બેસવાની ધારણા
આ વખતે વીઘે 325થી 350 મણ ઉતારો બેસવાની ધારણા છે. ગત વર્ષે ઉત્પાદન પણ વધુ હતુ અને વીઘે સરેરાશ ઉતારો 400 મણ આસપાસ બેઠો હતો. આ બધા પરિબળોના લીધે ઉત્પાદન ઘટયુ છે. અરવલ્લી જિલ્લામાં આ વખતે બાયડ તાલુકાના ખેડૂતોએ 6787 હેક્ટરમાં અને સૌથી વધુ મોડાસા તાલુકામાં 8199 અને ત્યારબાદ ધનસુરા તાલુકામાં 4300 હેક્ટરમાં વાવેતર કર્યું હતુ. કુલ મળીને વાવેતર વિસ્તાર 20 હજાર હેક્ટરથી વધુ હતો. ત્યારે આ વર્ષે પોખરાજ બટાકાનો ભાવ રૂ.220થી 260 પ્રતિ મણ બોલાતાં ખેડૂતોને રાહત રહી છે. એટલુ જ નહીં, વેફર માટે વપરાતા લવકર બટાકાનો ભાવ પણ આ વર્ષે રૂ.300થી 340 સુધીનો બોલાઈ રહ્યો છે. આ ઉપરાંત શાકભાજીમાં વપરાતા બટાકાનુ ઉત્પાદન ઘટયુ છે. જેથી તેના ભાવ સારા મળવાની શક્યતા છે. વેફર માટે વપરાતા બટાકાનુ ઉત્પાદન સારૂ છે પરંતુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાની અપેક્ષા છે. આમ બટાકાની ખેતીમાં એકંદરે આ વર્ષે ખેડૂતોને ફાયદો હોવાનું તેમણે જણાવ્યું હતુ.