ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં કાળઝાળ ગરમી શરુ, જાણો કયા શહેરમાં તાપમાન સૌથી વધુ રહ્યું

Text To Speech
  • રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની શક્યતા
  • રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રી પાર પહોચ્યો
  • રાજ્યના 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર નોંધાયું

ગુજરાતમાં કાળઝાળ ગરમી શરુ થઇ છે. જેમાં રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની શક્યતા છે. તેમજ વિવિધ શહેરોમાં તાપમાન ઉંચકાયું છે. તેમજ રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રી પાર પહોચ્યો છે. જેમાં નલિયામાં સૌથી વધુ 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, કારનું પડીકુ વડી જતા 3 લોકોના મૃત્યુ

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે કેટલીક જગ્યાએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ રાજ્યમાં મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામન વિભાગે આગાહી કરી છે તે અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની શક્યતા છે.

રાજ્યના 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર નોંધાયું

રાજ્યના 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 36.1 ડિગ્રી પાર નોંધાયું છે. તથા રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવવાની આગાહી છે. તેમજ રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જોઇએ તો અમદાવાદ 36.1 ડિગ્રી, ગાંધીનગર 36.0 ડિગ્રી, ડીસા 36.5 ડિગ્રી, વડોદરા 36.4 ડિગ્રી, અમરેલી 37.6 ડિગ્રી, ભાવનગર 33.6 ડિગ્રી, રાજકોટ 37.9 ડિગ્રી, સુરેન્દ્રનગર 37.3 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી, ભુજ 37.4 ડિગ્રી, નલિયા 38.0 ડિગ્રી, કંડલા 36.7 ડિગ્રી તેમજ કેશોદ 37.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.

Back to top button