ટોપ ન્યૂઝનેશનલહેલ્થ

ભારતે રચ્યો ઈતિહાસ, વેક્સિનનાં 200 કરોડ ડોઝ આપનાર વિશ્વનો બીજો દેશ બન્યો ભારત

Text To Speech

ભારતે ફરી વધુ એક વાર ઈતિહાસ રચી દીધો છે. વધુ એક સિદ્ધિ ભારતે પોતાના નામ કરી છે. વેકસીનેશનનાં ડોઝની કુલ સંખ્યા બે અબજ સુધી પહોંચી ગઈ છે. આ સાથે ભારત બે અબજથી વધુ ડોઝ આપનારોવિશ્વનો બીજો દેશ બની ગયો છે. ચીન પછી ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોનાના 200 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ચીનમાં હવે 3.4 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતે વધુ એક સિદ્ધિ હાંસિલ કરી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ અવસરે અભિનંદન પાઠવતા લખ્યું હતું કે, ”ભારતે ફરી ઇતિહાસ રચ્યો! 200 કરોડ રસીના ડોઝનો વિશેષ આંકડો પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન. ભારતની રસીકરણ અભિયાનને સ્કેલ અને સપીડમાં અપ્રતિમ બનાવવામાં ફાળો આપનારાઓ પર ગર્વ છે. આનાથી કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈ મજબૂત બની છે. તો બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે,17 જુલાઈ, 2022.. આ દિવસ હંમેશા યાદ રહેશે. તેમણે કહ્યું હતું કે , અમારા માટે ગર્વની વાત છે કે ભારતે અત્યાર સુધીમાં લોકોને 2 અબજ કોરોના ડોઝ આપ્યા છે. આ સિદ્ધિ બદલ હું આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોને અભિનંદન આપું છું.

Back to top button