ટ્રેન્ડિંગફોટો સ્ટોરીવર્લ્ડ

ઉડતા પ્લેનનો કાચ તૂટતાં કોકપીટમાં બેઠેલો પાયલટ બારીમાંથી બહાર ઊડી ગયો, પછી શું?

  • 20 મિનિટથી વધુ સમયની કષ્ટદાયક ઉડાન ફ્લાઇટ સાઉધમ્પ્ટનમાં લેન્ડ કરવામાં આવી હતી

HD ન્યૂઝ ડેસ્ક, 17 માર્ચ: વર્ષ 1990માં જ્યારે એક પ્લેન આકાશમાં ઉડતું હતું ત્યારે અચાનક પ્લેનની આગળની વિન્ડશિલ્ડ તૂટી ગઈ. આ સમયે પ્લેન 17,000 ફૂટની ઉંચાઈ પર હતું. આ પ્લેન બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ 5390 હતી. જેમાં વિન્ડશિલ્ડ તૂટ્યા બાદ કોકપીટમાં ગરબડ થવા લાગી હતી. આ દરમિયાન કોકપિટમાં હાજર પાયલટ ટિમ લેન્કેસ્ટર ઉડતા પ્લેનમાંથી બહાર નીકળી ગયા હતા. પાયલટ નસીબદાર હતો કે, તે પ્લેનમાં એક ફ્લાઇટ એટેન્ડન્ટ નિગેલ ઓગડેન તે સમયે કોકપિટમાં હતો. ઓગડેને પાયલટને વિન્ડશિલ્ડમાંથી બહાર નીકળતા જોયા અને ફ્લાઇટ એટેન્ડન્ટે બહાર નીકળેલા આ પાયલટને 20 મિનિટથી વધુ સમય સુધી પકડી રાખ્યો હતો. જ્યારે કો-પાયલોટે વિમાનનું તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

પાયલોટ 20 મિનિટથી વધુ સમય સુધી બહાર હવામાં લટકતો રહ્યો

Flight 5390 pilot
photo:@social media

આ ઘટનામાં, મોટાભાગના ક્રૂએ માની લીધું હતું કે, પાયલટ પહેલેથી જ મરી ગયો છે, પરંતુ ફ્લાઇટ એટેન્ડન્ટ ઓગડેને પાયલટને પકડી રાખ્યો અને જ્યાં સુધી પ્લેન લેન્ડ ન થયું ત્યાં સુધી તેને છોડ્યો નહીં. ફ્લાઇટ એટેન્ડન્ટ સારી રીતે જાણતો હતો કે જો તેણે પાયલટને છોડ્યો તો પાયલટનું શરીર પ્લેનના એન્જિન, પાંખ અથવા સ્ટેબિલાઇઝર સાથે અથડાઈ શકે છે, પરિણામે પ્લેન ક્રેશ થઈ શકે છે. ઓગડેન માત્ર એટલું જ જાણતા હતા કે, પાયલટ ધીમે-ધીમે બારીમાંથી સરકી રહ્યો છે અને તેનું માથું સતત વિમાનના બહારના ફ્રેમવર્ક સાથે અથડાઈ રહ્યું છે.

લાંબી મહેનતના અંતે બધાના જીવમાં જીવ આવ્યો અને પાયલટ બચી ગયો

લાંબી મહેનતના અંતે, ખુલ્લી બારીએ 20 મિનિટની કષ્ટદાયક ઉડાન પછી, પ્લેન સાઉધમ્પ્ટન એરપોર્ટ પર સુરક્ષિત રીતે નીચે ઉતર્યું. ઘટના દરમિયાન પાયલટને બચાવવાના પ્રયાસમાં ફ્લાઈટ એટેન્ડન્ટને પણ ઈજા પહોંચી હતી. ઓગડેન ચહેરા પર ફ્રોસ્ટબીટ થઈ હતી, એક આંખને નુકસાન થયું હતું અને ખભાનું હાડકું ઊખડી ગયું હતું. ચમત્કારિક રીતે, પાયલટ ટિમ લેન્કેસ્ટર બચી ગયો, જો કે તેને પણ ફ્રોસ્ટબીટ થવાથી અને તેના બાંય(ભુજા) અને હાથમાં બહુવિધ ફ્રેક્ચર થયા હતા.

ફ્લાઇટ 5390ના આ હીરોઝ કોણ હતા?

Flight 5390 crew
photo credit: @Flight 5390 crew\PA Images

કેપ્ટન ટિમ લેન્કેસ્ટર, એલિસ્ટાર એચિસન, જોન હોવર્ડ, નિગેલ ઓગડેન, સુસાન પ્રિન્સ અને સિમોન રોજર્સની ક્રૂ ફ્લાઇટ 5390ના હીરોઝ છે. જેઓ એકબીજા અને માનવતાનો ખ્યાલ રાખવા માટે પ્રતિબદ્ધ ટીમ હતા. તેમની સ્ટોરી હંમેશા બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

આ પણ જુઓ: Ed Sheeranની પંજાબી સાંભળીને ફેન્સ દિવાના થયા, દિલજીત દોસાંઝ સાથે આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ

Back to top button