ટ્રેન્ડિંગવર્લ્ડ

4 ઈંચ લાંબી પૂંછડી સાથે જન્મ્યું બાળક, દુર્લભ કિસ્સો જોઈને ડૉક્ટર્સ પણ મૂંઝવણમાં

Text To Speech

ઝેજિયાંગ (ચીન), 17 માર્ચ: આપણે એવા સમાચાર સાંભળ્યા જ હશે કે, નવજાત બાળકો અલગ-અલગ રીતે જન્મે છે. ક્યારેક બે માથાવાળા બાળકો પેદા થાય છે તો ક્યારેક બે બાળકો એકબીજાથી ચીપકેલા જન્મે છે. જો કે, હાલમાં ચીનમાં એક બાળકનો જન્મ 4 ઇંચ લાંબી પૂંછડી સાથે થયો છે. આવી રીતે નવજાત પેદા થતાં ડૉક્ટર પણ માથું ખંજવાળતા થઈ ગયા હતા. ડૉક્ટરનું કહેવું છે કે, આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે જ્યારે બાળક પૂંછડી સાથે પેદા થાય. એવું પણ શક્ય છે કે, કોઈ રોગને કારણે આવું થયું હોય.

શરીર સાથે પૂંછડી હોવા પાછળનું કારણ

એક મીડિયા રિપોર્ટ અનુસાર, બાળકનો જન્મ હાંગઝોઉ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં થયો હતો. હોસ્પિટલના ડૉક્ટર લીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નવજાત બાળકની પીઠની નીચે 4 ઇંચ લાંબી પૂંછડી છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, જ્યારે કરોડરજ્જુ તેની આસપાસના પેશીઓ સાથે અસામાન્ય રીતે જોડાયેલી હોય છે, ત્યારે એવું બને છે કે બાળકના શરીર સાથે પૂંછડી બહાર આવે છે. જેના કારણે અનેક પ્રકારની ન્યૂરોલૉજીકલ સમસ્યાઓ થાય છે.

પૂંછડી સાથે સંબંધિત આ પ્રથમ કિસ્સો નથી

ચીનમાં આ પહેલો કિસ્સો નથી જ્યારે બાળક પૂંછડી સાથે જન્મ્યું હોય. 10 વર્ષ પહેલા 2014માં આવો જ એક કિસ્સો ચીનમાં જોવા મળ્યો હતો, જ્યાં નુઓ નામના બાળકની 5 મહિના પછી પીઠના ભાગે પૂંછડી બહાર આવી હતી. તેની પૂંછડી 5 ઇંચ સુધી લાંબી હતી. જ્યારે નુઓની માતાએ ડૉકટર્સને પૂંછડી હટાવવાનું કહ્યું ત્યારે ડૉકટર્સે સ્પષ્ટપણે ના પાડી દીધી. ડૉક્ટરોએ કહ્યું કે પૂંછડી બાળકની નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી છે, જો તેને કાઢી નાખવામાં આવે તો બાળકને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: લગ્ન છે કે મજાક ! પંડિત જીએ આવા વિચિત્ર મંત્રો ગાઈ કરાવ્યા લગ્ન, Video થયો વાઇરલ

Back to top button