ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: હોળી આગમન પૂર્વે બજારમાં મકાઇ ધાણીના ભાવમાં રૂ.100નો ધરખમ વધારો

  • હોળી પર્વ પર ખજૂર ધાણીનો પ્રસાદ ખાવાનું ખાસ મહત્વ
  • ગ્રામ્ય અને શહેરની બજારોમાં ખજૂર-ધાણીથી બજારો ધમધમી ઉઠયા
  • જુવારની ધાણીના ભાવમાં ચાલુ વર્ષે કોઈ જ વધારો-ઘટાડો ન થયો

ગુજરાતમાં હોળી તહેવારના આગમન પૂર્વે બજારોમાં ધાણીના ભઠ્ઠા લાગ્યા છે. જેમાં મકાઈની ધાણીનો બજારમાં ભાવ ગત વર્ષ કરતા ડબલ થયો છે. તેમાં 1 કિલોનો ભાવ રૂ.200 થયો છે. નવ પરિણીત યુગલો હોળીમાં ધાણીનો હોમ કરી આશીર્વચન મેળવે છે. જેમાં મકાઈ-જુવારની ધાણી ફોડી વેચાણ કરતાં વેપારીઓએ ધાણી ભઠ્ઠાનો આરંભ થયો છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં NRI વિદ્યાર્થીઓના નમાઝ પઢતા સમયે થયો વિવાદ

ગ્રામ્ય અને શહેરની બજારોમાં ખજૂર-ધાણીથી બજારો ધમધમી ઉઠયા

હોળી પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગ્રામ્ય અને શહેરની બજારોમાં ખજૂર-ધાણીથી બજારો ધમધમી ઉઠયા છે. મકાઈ-જુવારની ધાણી ફોડી વેચાણ કરતાં વેપારીઓએ ધાણી ભઠ્ઠાનો આરંભ કરી હોળી તહેવારમાં ધાણીની માંગને પૂરી કરવા ધાણી ફોડવાના કામે પરોવાયા છે. વર્ષોની પરંપરા મુજબ, હોળી પર્વે નવપરિણીત યુગલો પોતાનું દાંપત્યજીવન સુખી નીવડે તે હેતુથી લગ્ન પછીની પહેલી હોળીએ રાત્રે હોળી દહન દરમિયાન પ્રદક્ષિણા ર્ફ્યા બાદ ધાણીનો હોમ કરી હોળીકાના આશીર્વચન મેળવે છે. જ્યારે શ્ર્દ્ધાળુ લોકો પણ પ્રદક્ષિણા કરી હોળીકા દહનમાં ધાણીનો હોમ કરી આગામી સારા વર્ષની અભિલાષા સાથે ધાણી અને ખજૂર પ્રસાદરૂપે વહેંચતા હોય છે. હોળી પર્વની આ વર્ષો જૂની પરંપરા આજે પણ ગ્રામ્ય અને શહેરોમાં જોવા મળે છે.

આ પણ વાંચો: હોળી બાદ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી 

હોળી પર્વ પર ખજૂર ધાણીનો પ્રસાદ ખાવાનું ખાસ મહત્વ

હોળી પર્વ પર ખજૂર ધાણીનો પ્રસાદ ખાવાનું ખાસ મહત્વ રહેલું છે. મકાઈની ધાણીનો ભઠ્ઠો ચલાવતા વેપારી જણાવે છે કે, હાલ હોળીના આગમન પહેલા જ ગ્રામ્ય અને શહેરોમાંથી નાના-મોટા રીટેલ વેપારીઓની સારી મકાઈની ધાણી અને જુવારની ધાણી માટે ભારે માંગ થઈ રહી છે. મકાઈ ધાણીનો ગયા વર્ષે પ્રતિ એક કિલોના છૂટક ભાવ રૂ.100 હતો. જેમાં ચાલુ સાલે રૂ.100નો વધારો થતાં ચાલુ વર્ષે ડબલ ભાવ એટલે કે એક કિલોના રૂ.200 ભાવ બોલાઈ રહ્યા છે. જ્યારે જુવારની ધાણીના ભાવમાં ચાલુ વર્ષે કોઈ જ વધારો-ઘટાડો ન થતા ચાલુ વર્ષે એક કિલોના રૂ.100માં જ બજારમાં વેચાણ થઈ રહ્યું છે. જ્યારે ખજૂરમાં ઈરાની, સીડલેસ, રેહાન બ્લેક, પીઆર વગેરે ખજૂરની વિવિધ જાતોમાં એક કિલોના રૂ.80થી માંડીને રૂ.150 સુધી ખજૂરનું વેચાણ થઈ રહ્યું છે.

Back to top button