ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં NRI વિદ્યાર્થીઓના નમાઝ પઢતા સમયે થયો વિવાદ

Text To Speech
  • ઇજાગ્રસ્ત NRI વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા
  • ટોળાએ હોસ્ટેલમાં ઘુસી વિદ્યાર્થીઓને માર માર્યો
  • વિદ્યાર્થીઓના વાહનોમાં તોડફોડ કરી સામે સામે પથ્થરમારો

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં NRI વિદ્યાર્થીઓના નમાઝ પઢતા સમયે વિવાદ થયો છે. જેમાં અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારી થઇ છે. તેમાં હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો છે. જેમાં ટોળાએ હોસ્ટેલમાં ઘુસી વિદ્યાર્થીઓને માર મારતા મામલો બિચક્ચો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

પોલીસ કમિશનર અને ઇન્ચાર્જ ડીસીપીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પાસેથી હોસ્ટેલ અંગેની માહિતી મેળવી

પોલીસ કમિશનર જી. એસ. મલિક, ક્રાઈમ બ્રાન્ચ જેસીપી નીરજ બડબુજર, ફાઇબર ક્રાઇમ ડીસીપી અજીત રાજ્યાન, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ નીરજા ગુપ્તા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. આ સાથે જ રૂમ નંબર 23માં પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અને ઇન્ચાર્જ ડીસીપીએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પાસેથી હોસ્ટેલ અંગેની માહિતી મેળવી છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પ્રવાસ પણ રદ્દ કરીને તાત્કાલિક પોલીસ પાસે રિપોર્ટ મંગાવ્યો

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની ઘટનાની ગંભીરતાને જોતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પ્રવાસ પણ રદ્દ કરીને તાત્કાલિક પોલીસ પાસે રિપોર્ટ મંગાવ્યો છે. જે સાથે જ હોસ્પિટલમાં દાખલ કરેલા વિદ્યાર્થીઓના અંગે પણ માહિતી માંગવામાં આવી છે.

આ પણ વાંચો: હોળી બાદ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

ટોળાએ હોસ્ટેલમાં ઘુસી વિદ્યાર્થીઓને માર માર્યો

ટોળાએ હોસ્ટેલમાં ઘુસી વિદ્યાર્થીઓને માર માર્યો છે. જેમાં વિદ્યાર્થીઓના લેપટોપ, મોબાઈલ, વાહનોને નુકસાન થયુ છે. તેમજ ઘટના બનતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી ગઇ હતી. તેમજ હોસ્ટેલ બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઘટનામાં હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી છે. તથા વિદ્યાર્થીઓના વાહનોમાં તોડફોડ કરી સામે સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા SVPમાં ખસેડાયા છે.

ઇજાગ્રસ્ત NRI વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા

NRI વિદ્યાર્થીઓના નમાઝ પઢતા સમયે વિવાદ થયો હતો. હુમલામાં 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ઇજાગ્રસ્ત NRI વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા છે. હોસ્ટેલના બે બ્લોકના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના લેપટોપ, મોબાઈલ, વાહનોને નુકસાન થયુ છે. ત્યારે હોસ્ટેલ બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે.

જાણો શું હતી ઘટના

ગઈકાલે રાતે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ નમાઝ કરી રહ્યા હતા, તે દરમિયાન માર મારવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે. જય શ્રીરામના નારા સાથે 150થી વધુ લોકોનું ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું. જેમાં ટોળામાંથી કેટલાક લોકોએ પત્થરમારો પણ કર્યો હતો અને હોસ્ટેલની અંદરના રૂમમાં તોડફોડ પણ કરી હતી. આ સાથે જ હોસ્ટેલમાં પાર્ક કરેલા વિદ્યાર્થીઓના વાહનોમાં પણ લોક ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં 3 વિદ્યાર્થીને ઈજા પહોંચતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના સમયે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હાજર હતા.

Back to top button