કબજિયાતથી લઈને બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરે છે બદામનું તેલ
- શું તમે જાણો છો ફક્ત બદામ નહીં, પરંતુ બદામનું તેલ પણ ફાયદાકારક છે. સ્કિનથી લઈને વાળ સુધી બદામનું તેલ વરદાન સમાન છે. બદામના તેલને જો ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે તો અનેક બીમારીઓ ખતમ થઈ શકે છે.
બદામના ફાયદા તો આપણે જાણીએ છીએ. રોજ બદામ ખાવાની સલાહ પણ આપવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો ફક્ત બદામ નહીં, પરંતુ બદામનું તેલ પણ ફાયદાકારક છે. સ્કિનથી લઈને વાળ સુધી બદામનું તેલ વરદાન સમાન છે. બદામના તેલને જો ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે તો અનેક બીમારીઓ ખતમ થઈ શકે છે. જાણો બદામનું તેલ ડાયેટમાં લેવાના ફાયદા
બદામનું તેલ હોય છે બે પ્રકારનું
બદામનું તેલ બે પ્રકારે તૈયાર કરવામાં આવે છે. કડવી બદામમાંથી તૈયાર કરવામાં આવતા તેલનો ઉપયોગ સ્કિન અને વાળ માટે કરવામાં આવે છે, પરંતુ ખાવાની બદામના તેલનો સ્વાદ મીઠો હોય છે અને તે પૌષ્ટિક તત્વોથી ભરેલું છે.
કબજિયાતમાં રાહત આપશે બદામનું તેલ
જો તમારું પેટ સાફ થઈ રહ્યું નથી અને કબજિયાતની તકલીફ રહે ચે તો રાતે એક ચમચી બદામનું તેલ પીવાથી પેટ સાફ થશે અને આંતરડામાંથી બધા ટોક્સિન્સ બહાર નીકળી જશે.
હાર્ટની હેલ્થ માટે ફાયદાકારક
જો તમે બદામનું તેલ ખઆવ છો તો તે હાર્ટ હેલ્થ માટે ખૂબ જ સારું છે. મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર બદામનું તેલ શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
સોજો ઘટાડે છે
જે લોકોને વધેલા કોલેસ્ટ્રોલના કારણે સોજો રહે છે, તેમના માટે બદામનું તેલ ખૂબ અસરકારક છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ સોજાને ઘટાડીને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનું રિસ્ક પણ ઘટાડે છે.
બ્લડ શુગરને કરે છે કન્ટ્રોલ
બદામના તેલનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ સરળતાથી કરી શકે છે. તેને ખાવાથી બ્લડ શુગર લેવલ સ્થિર રહે છે. તેલમાં રહેલું મોનોસેચ્યુરેટેડ અને પોલીઅનેસેચ્યુરેટેડ ફેટ બ્લડ શુગર લેવલને નીચું લાવવામાં મદદ કરે છે. અભ્યાસ મુજબ જે લોકો બ્રેકફાસ્ટમાં બદામના તેલને એડ કરે છે, તેમનું બ્લડ શુગર દિવસભર લો રહે છે.
વજન પણ ઘટાડે છે
જો તમે બદામના તેલને ઓછી કેલરી વાળા જમવા સાથે મિક્સ કરીને ખાવ છો તો તે વેઈટ લોસમાં પણ મદદ કરે છે. તેને ખાવાથી પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે. હેલ્ધી ફેટ શરીરને જરૂરી ન્યુટ્રિશન આપવાની સાથે બોડી ફેટને ઘટાડે છે.
ખાવામાં કેવી રીતે કરશો બદામ તેલનો ઉપયોગ
બદામ તેલને ખાતી વખતે ધ્યાન રાખો કે તે બિલકુલ લો હીટ પર જ બનાવો. સાથે અનરિફાઈન્ડ વર્જિન ઓઈલનો જ ઉપયોગ કરો. બદામના તેલને સલાડના ડ્રેસિંગ, ઓછા તાપમાન પર બનેલું જમવાનું કે કોઈ ડિશમાં ઉપરથી એડ કરીને ખાવ. ત્યારે જ આ તેલનો ફાયદો મળશે. બદામ તેલનો મીઠો ટેસ્ટ કોઈ પણ ડિશ પર નાંખીને ખાવાથી સ્વાદ બેવડાઈ જશે.
આ પણ વાંચોઃ 85 વર્ષથી વધુ ઉંમરના 82 લાખ મતદારોને મળશે વિશેષ સવલત, જાણો શું છે એ?