3 એપ્રિલ સુધી આ રાશિના લોકો માટે શુભ સમય, સૂતેલું ભાગ્ય જાગશે
- બુધની શુભ અસર થતા વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે. જાણો કઈ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે અને તેમના માટે શુભ સમય શરૂ થશે.
15 માર્ચના રોજ બુધની ચાલ બદલાઈ ગઈ છે. આ દિવસે બુધનો મીન રાશિમાં ઉદય થયો છે. 3 એપ્રિલ સુધી બુધ દેવ મીન રાશિમાં જ ઉદય રહેશે. બુધ મીન રાશિમાં ઉદય થવાથી કેટલીક રાશિને ખૂબ લાભ થશે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધ દેવને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ દેવને રાજકુમાર પણ કહેવામાં આવે છે. બુધની શુભ અસર થતા વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે. જાણો કઈ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે અને તેમના માટે શુભ સમય શરૂ થશે.
મેષ રાશિ
બુધનો ઉદય થતા તમે તમારા લક્ષ્યોની નજીક પહોંચી જશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતા સુધરશે. કામ સંબંધિત યાત્રા કરી શકશો. તમારી નોકરીમાં સંતોષ મળશે. આ સમયગાળામાં તમારી કરિયરમાં બદલાવ થાય તે પણ શક્ય છે. આ કારણે તમને તણાવ પણ રહી શકે છે.
વૃષભ રાશિ
બુધના ઉદયથી તમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ બદલાવ થશે. આ દરમિયાન તમારા સિનિયર્સ દ્વારા તમારી નોંધ લેવાશે. તમારી ક્ષમતા પર લોકો વિશ્વાસ કરશે. તમને જીવનમાં મહાલાભ નહીં, પરંતુ પોઝિટીવ રિઝલ્ટ ચોક્કસ મળશે. તમારો ઝુકાવ આધ્યાત્મ તરફ વધશે. તમારી બુદ્ધિમત્તા તમને ક્રિએટીવ કાર્યો તરફ ધકેલશે. તમે તમારા સાથી સાથે વધુ જોડાણ અનુભવશો અને તમારા સંબંધ પણ મજબૂત બનશે.
મિથુન રાશિ
બુધના ઉદયથી તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. તમારી સામે નોકરીના નવા અવસર આવશે. સીનિયર્સ તમારા કામથી પ્રભાવિત થશે અને તમારા કામના વખાણ કરશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. તમે કરિયર સંબંધિત સારા અવસરો પ્રાપ્ત કરી શકશો. કામ સંબંધિત યાત્રાથી લાભ થશે. ધન કમાવવામાં સફળ રહેશો.
કન્યા રાશિ
બુધના ઉદયથી આર્થિક લાભ થશે. તમને પદોન્નતિ સાથએ આવકમાં વૃદ્ધિ મળી શકે છે. તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વીતાવી શકો છો.
મીન રાશિ
બુધના ઉદયથી તમે દરેક કામમાં સંતોષ અનુભવી શકશો. તમને તમારા સંતાન તરફથી સારા સમાચાર મળી શકશે. વર્ક લાઈફની વાત કરીએ તો તમે કોઈ મોટી ઉપલબ્ધિ મેળવી શકો છો. તમારા આર્થિક બાબતો સાથે જોડાયેલા પ્રયાસો સફળ સાબિત થશે. તમે પાર્ટનર સાથે સારો સમય વીતાવી શકશો.
આ પણ વાંચોઃ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શરૂ કરાશે હેલ્પલાઈન, નંબર કરાયો જાહેર