ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરમાં આતંકી યાસીન મલિકની પાર્ટી પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ લંબાવાયો

  • દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને પડકારશે તેને કડક કાયદાકીય પરિણામોનો સામનો કરવો પડશે: અમિત શાહની ચેતવણી

નવી દિલ્હી, 16 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે આજે શનિવારે કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન પરના પ્રતિબંધને લંબાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ચેતવણી આપતા જણાવવામાં આવ્યું કે, “જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ(JMLF)’ પાર્ટી વધુ પાંચ વર્ષના સમયગાળા માટે ‘ગેરકાયદેસર સંગઠન’ રહેશે.”

 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વધુ કહ્યું કે, “આ પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં સામેલ છે. જે કોઈ દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને પડકારશે તેને કડક કાયદાકીય પરિણામોનો સામનો કરવો પડશે.” તેમનું આ નિવેદન કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન પર પ્રતિબંધ વધાર્યા બાદ આવ્યું છે.

ગૃહ મંત્રાલયે 2019માં યાસીન મલિકના સંગઠન પર મૂક્યો હતો પ્રતિબંધ

ગૃહ મંત્રાલય (MHA)એ 2019માં યાસીન મલિકના સંગઠન પર આતંકવાદ વિરોધી કાયદો એવો ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ, 1967 (UAPA) હેઠળ પ્રતિબંધ મૂક્યો હતો. આ પગલાના થોડા દિવસો પહેલા, સરકારે UAPAની કલમ 3(1) હેઠળ જમાત-એ-ઇસ્લામી (JEI-J&K) પર પ્રતિબંધ મૂક્યો હતો.

 

JKLF પર પણ એ જ કલમો હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે કેન્દ્રને સત્તાવાર ગેઝેટમાં સૂચિત કરીને કોઈપણ સંગઠનને ગેરકાયદેસર જાહેર કરવાની સત્તા આપે છે. ગૃહમંત્રી અમિત શાહે X (ટ્વિટર) પર વધુ એક પોસ્ટ મૂકીને લખ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાની નીતિને પગલે, ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર પીપલ્સ લીગના ચાર જૂથોને ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કર્યા છે – જેમાં JKPL (મુખ્તાર અહમદ વાઝા), JKPL (બશીર અહમદ તોતા), યાકુબ શેખ (ગુલામ મોહમ્મદ ખાન)ની આગેવાની હેઠળની JKPL અને JKPL (અઝીઝ શેખ)નો સમાવેશ થાય છે.

યાસીન મલિક કોણ છે?

જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા યાસીન મલિકને 24 મે, 2022ના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેણે તેને કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ વિવિધ ગુનાઓમાં દોષિત ઠેરવ્યો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આ વર્ષની શરૂઆતમાં દિલ્હી હાઈકોર્ટમાં આજીવન કેદની સજામાંથી મૃત્યુદંડ સુધીની સજાને વધારવા માટે અપીલ દાખલ કરી હતી, જે ગુનાની મહત્તમ સજા છે.

આ પણ જુઓ: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CM કેજરીવાલને મોટી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા જામીન

Back to top button