ગુજરાતના ગાંધીનગર સ્થિત ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઇએફએસસી)માં આ મહિનાના અંત સુધીમાં સિંગાપુર નિફ્ટી ફ્યુચરનું ટ્રેડીંગ શરૂ થવાની સંભાવના છે. ડોલર આધારિત નિફ્ટી ફ્યુચર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોંન્ચ કરવાના છે. તેઓ ગુજરાત ઇન્ટરનેશન ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું પણ ઉદ્દઘાટન કરવાના છે.
૧૫મી જુલાઇએ વડાપ્રધાન મોદી ઉદ્દઘાટન કરવાના હતા
ગિફ્ટ સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૫મી જુલાઇએ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના હતા ત્યારે ગિફ્ટ સિટીમાં તેઓ આ નિફ્ટી ફ્યુચર્સનું આ ઉદ્દઘોટન કરવાના હતા પરંતુ તેમનો કાર્યક્રમ રદ થયો છે. હવે તેઓ જ્યારે ગુજરાતની મુલાકાતે આવશે ત્યારે આ કાર્યક્રમ યોજવામાં આવશે.
પ્રોડક્ટનું ટ્રેડિંગ સિંગાપુરથી બંધ કરવામાં આવશે
શરૂઆતના મહિનાઓમાં નિફ્ટી ફ્યુચરનું ટ્રેડિંગ ગિફ્ટ સિટી અને સિંગાપુર ત્યારબાદ આ પ્રોડક્ટનું ટ્રેડિંગ સિંગાપુરથી બંધ કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં પ્રોડક્ટ લોંન્ચ કરવા માટે નેશનલ સ્ટૉક એક્સચેન્જ અને SGX એ એક સ્પેશ્યલ પરપઝ વ્હિકલ બનાવ્યું છે. લોકો ૧૯ કલાક સુધી ટ્રેડિંગ કરી શકશે.

ભારતમાં રજીસ્ટ્રેશન કરાવ્યા વિના અથવા આવ્યા વિના બજારમાં રોકાણ કરવાની સવિધા
SGX નિફ્ટીને સિંગાપુર નિફ્ટીના નામથી પણ ઓળખી શકાય છે. તેના દ્વારા સિંગાપુર એક્સચેન્જમાં ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના ડીલ માટે જઇ શકાય છે. વિદેશી રોકાણકારોને ભારતમાં રજીસ્ટ્રેશન કરાવ્યા વિના અથવા ભારતમા આવ્યા વિના બજારમાં રોકાણ કરવાની સવિધા પણ મળશે. SGX આફ્ટર માર્કેટ ટ્રેડ હોરા ૨૪ કલાક ટ્રેડિંગની સુવિધા આપે છે. ઇન્વેસ્ટર્સ ક્યારેય પણ તેના પોઝિશનના હેઝિંગ કરી શકે છે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં સિંગાપુર, દુબાઇ અને હોંગકોંગ જેવા ક્ષેત્રિય ફાયનાન્સિયલ હબની સરખામણીએ તમામ પ્રકારના ટેક્સની છૂટ પણ જાહેર કરેલી છે.વડાપ્રધાન મોદી ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશન બુલિયન એક્સચેન્જનું પણ ઉદ્દઘાટન કરશે જેમાં એનએસઇ, એમસીએક્સ, એનએસડીએલ અને સીડીએસએલની સંયુક્ત ભાગીદારી છે. તેના ઉપરાંત ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જના બોર્ડમાં ૬૦ જ્વેલરોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

વિશ્વમાં પાંચ બુલિયન એક્સચેન્જ…
વિશ્વમાં ન્યૂયોર્ક, શિકાગો, લંડન, દુબઇ ગોલ્ડ એક્સચેન્જ અને શાંઘાઇમાં સ્પોટ બુલિયન એક્સચેન્જ છે. હવે નવું સ્પોટ એક્સચેન્જ ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવી રહ્યું છે. ભારતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ લાઇવ થવાનું છે.