કોઈમ્બતુરમાં PM મોદીના રોડ શોને ન મળી મંજૂરી, વહીવટીતંત્રએ આપ્યા આવા કારણો
કોઈમ્બતુર, 15 માર્ચ : તમિલનાડુના કોઈમ્બતુર પ્રશાસને PM મોદીના પ્રસ્તાવિત રોડ શો યોજવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોઈમ્બતુરમાં 18 માર્ચે પીએમ મોદીના 3.6 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કર્યું હતું. અને જેના માટે સ્થાનિક પ્રસાશન પાસે મંજૂરી માંગી હતી. પરંતુ કોઇમ્બતુર પ્રશાસને વિવિધ કારણો દર્શાવીને પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પરવાનગી આપવાનો ઇનકાર કરતી વખતે, કોઈમ્બતુર પ્રશાસને તેની પાછળ ચાર મુખ્ય કારણો દર્શાવ્યા છે, જેમાં શામેલ છે-
1- સુરક્ષા ખતરો
2- કોઈમ્બતુરનો સાંપ્રદાયિક ઇતિહાસ
3- સામાન્ય જનતાને પડતી સમસ્યાઓ
4- રોડ શોના રૂટ પર આવેલી શાળાઓને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી.
રોડ શો આરએસ પુરમમાં સમાપ્ત થવાનો હતો
ભાજપનો પ્રસ્તાવિત રોડ શો આરએસ પુરમમાં સમાપ્ત થવાનો હતો. આરએસ પુરમ એ જ જગ્યા છે જ્યાં 1998માં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. તદુપરાંત, કોઈમ્બતુરની સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ પ્રકૃતિને જોતાં, કોઈપણ રાજકીય પક્ષ અથવા જૂથને રોડ શો યોજવાની મંજૂરી આપવામાં આવી નથી.
આ રોડ શો લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના દક્ષિણ ભારત પ્રવાસનો ભાગ હતો. ભાજપે આ ટેક્સટાઈલ સિટીમાં 3.6 કિમી લાંબા રોડ શો માટે પરવાનગી માંગી હતી.વહીવટી તંત્રનું કહેવું છે કે 18 અને 19 માર્ચે વિદ્યાર્થીઓની જાહેર પરીક્ષાઓ પણ લેવામાં આવશે અને જે માર્ગ પર રોડ શોનો પ્રસ્તાવ છે ત્યાં ઘણી શાળાઓ પણ આવેલી છે.
1998માં અહીં બ્લાસ્ટ થયા હતા
આરએસ પુરમમાં આ એ જ જગ્યા છે જ્યાં 14 ફેબ્રુઆરી 1998ના રોજ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ત્યાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વિસ્ફોટોના થોડા કલાકો પહેલા અડવાણીએ તેમની મીટિંગ રદ કરી હતી. બાદમાં સભા સ્થળ પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. ભાજપ રાજ્ય સરકાર પાસે બોમ્બ વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકો માટે તે જગ્યાએ સ્મારક બનાવવાની માંગ કરી રહી છે.
… તો ચૂંટણી દાન કેવી રીતે લેવું? ચિદમ્બરમે કાયદેસર રીતે ફંડ લેવાના આપ્યા 3 વિકલ્પો
શ્રદ્ધા વોકરના હત્યારા આફતાબને દિવસની 8 કલાક મુક્ત રાખવાનો HCએ કર્યો આદેશ