ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

New EV Policy: કેન્દ્ર સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિને આપી મંજૂરી

Text To Speech
  • ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં વાગશે ભારતનો ડંકો 
  • કંપનીઓ લઘુત્તમ 4,150 કરોડ રૂપિયાનું કરશે રોકાણ 
  • ઈ-વાહનો પર 15%ની આયાત ડ્યુટી લાદવામાં આવશે

નવી દિલ્હી, 15 માર્ચ: ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ભારત દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. દેશને ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (New EV Policy)ને મંજૂરી આપી છે. નવી નીતિ હેઠળ, હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકે છે. આ માટે, તેમણે ઇલેક્ટ્રિક વાહનોમાં ઓછામાં ઓછા 25 ટકા સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ કરવો પડશે.

 

આ જરૂરિયાતોને પૂર્ણ કરતી કંપનીઓને 35,000 ડોલર અને તેથી વધુ કિંમતની કાર પર 15%થી ઓછી આયાત જકાત સાથે દર વર્ષે 8,000 જેટલા ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારત આયાત થતી કાર પર તેમની કિંમતના આધારે 70% અથવા 100% ટેક્સ લાદે છે.

 

મેક ઇન ઇન્ડિયા પહેલને સમર્થન આપવાની અપેક્ષા

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ પગલાથી નવીનતમ ટેકનોલોજી સુધી પહોંચવાની, EV ઇકોસિસ્ટમને વધારવાની અને મેક ઇન ઇન્ડિયા પહેલને સમર્થન આપવાની અપેક્ષા છે. આયાત કરી શકાય તેવા ઇલેક્ટ્રિક વાહનો પરની ડ્યુટી મુક્તિ વાર્ષિક PLI પ્રોત્સાહન (રૂ. 6,484 કરોડ) અથવા મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા કરવામાં આવેલા રોકાણમાંથી જે ઓછું હશે, ત્યાં સુધી મર્યાદિત છે.

આ પણ જુઓ: સરકાર દ્વારા 18 માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરાશે, જાણો ટેકાનો ભાવ

Back to top button