ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અશ્નીર ગ્રોવરને દિલ્હી HCનો મોટો ફટકો, 48 કલાકમાં વિવાદિત ટ્વીટ ડિલીટ કરવાનો આદેશ

  • અશ્નીર ગ્રોવરે ભારતપે અને SBIના અધ્યક્ષને તેમના ટ્વીટમાં નાના માણસો કહ્યા હતા

નવી દિલ્હી, 15 માર્ચ: દિલ્હી હાઈકોર્ટે BharatPeના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવરને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે અશ્નીર ગ્રોવરને 48 કલાકની અંદર ફિનટેક કંપની BharatPe અને SBIના ચેરમેન વિરુદ્ધ કરેલા ટ્વીટ દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે નોંધ્યું હતું કે, અશ્નીર ગ્રોવરે ભારતપે અને SBIના અધ્યક્ષને તેમના ટ્વીટમાં “નાના માણસો” કહ્યા હતા.

તેના આદેશમાં, દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે અશ્નીર ગ્રોવર ભારતપેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે નહીં અને SBIના ચેરમેન પર તેમણે કરેલું ટ્વીટ “સંપૂર્ણપણે ટાળી શકાય તેવું” હતું. કોર્ટે એમ પણ કહ્યું કે, “આ ટ્વીટએ માત્ર ભારતપેના ચેરપર્સન કે જે SBIના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, તેના તરફના ઈશારા સિવાય બીજું કંઈ નથી.

અશ્નીર ગ્રોવરે શું ટ્વિટ કર્યું હતું?

ashneer grover
Ashneer Grover Tweet

વાસ્તવમાં, તાજેતરના દિવસોમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ કેસ પર SBI સામે કડક વલણ દાખવ્યું છે. આ વાતાવરણમાં BharatPeના સહ-સ્થાપક અશ્નીર ગ્રોવરને SBI સામે પોતાનો જૂનો ગુસ્સો કાઢવાની તક મળી ગઈ હતી. અશ્નીર ગ્રોવરે 12 માર્ચ, 2024ના રોજ એક ટ્વિટ કહ્યું હતું જેમાં લખ્યું હતું કે, SBIના ચેરમેન નાના માણસો છે. તેમના વિચારમાં મોટી સમસ્યા છે. મેં તે સહન કર્યું છે અને હવે સુપ્રીમ કોર્ટ પણ આ વાત સમજી ગઈ છે.

ભારતીય રિઝર્વ બેંકને લખ્યો પત્ર

અગાઉ, અશ્નીર ગ્રોવરે ભારતીય રિઝર્વ બેંક (RBI)ને એક પત્ર લખીને નિયામકને BharatPeના શેરહોલ્ડિંગ અંગે તપાસ શરૂ કરવા જણાવ્યું હતું. RBIના ગવર્નર શક્તિકાંત દાસને લખેલા પત્રમાં અશ્નીર ગ્રોવરે જણાવ્યું હતું કે, BharatPe કંપનીએ ભાવિક કોલાડિયાને કંપનીમાં પાછા લાવીને જાણી જોઈને કેન્દ્રીય બેંક સાથે છેતરપિંડી કરી છે. અશ્નીર ગ્રોવરેએ વાતની પણ તપાસ કરવાની માંગ કરી કે, શું કંપનીના બોર્ડ અને રોકાણકારોએ ભાવિક કોલાડિયાને પરત લાવવા માટે પોતાના શેરોને ચોક્કસ સમયગાળા માટે સંગ્રહિત કર્યા હતા.

પૂર્વ અધ્યક્ષ રજનીશ કુમાર સાથે પણ વિવાદ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022થી RBIના પૂર્વ ચેરમેન રજનીશ કુમાર અને અશ્નીર ગ્રોવર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારબાદ અશ્નીર ગ્રોવરે ટ્વીટ કર્યું હતું કે, ભારતપેમાં રજનીશ કુમારની ભરતી સૌથી મોટી ભૂલ હતી. હકીકરમાં, રજનીશ કુમાર BharatPe ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ હતા. આ સિવાય અશ્નીર ગ્રોવરે ડેટામાં ગેરરીતિ સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા.

આ પણ જુઓ: ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIને મોકલી નોટિસ, કહ્યું: બેંક સંખ્યા જાહેર કરે

Back to top button