ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતની અગ્નિ-5 મિસાઈલના પરીક્ષણથી પાકિસ્તાન આઘાતમાં, શાહબાઝ સરકારે કરી વિનંતી

  • ભારતે સંપૂર્ણપણે સ્વદેશી બનાવટની અગ્નિ 5 મિસાઈલનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું, જેની શક્તિનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો 

નવી દિલ્હી, 15 માર્ચ: દુનિયા ભારતની તાકાત જોઈ રહી છે. સંરક્ષણ ક્ષેત્રે ભારત પોતાની તાકાત બતાવી રહ્યું છે. તાજેતરમાં ભારતે સંપૂર્ણપણે સ્વદેશી બનાવટની અગ્નિ 5 મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. સમગ્ર દુનિયાએ આ મિસાઈલની શક્તિનો સ્વીકાર કર્યો છે. ખતરનાક મિસાઈલ પરીક્ષણથી પાડોશી દેશ પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે. આ પરીક્ષણને ધ્યાનમાં લઈને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતને વિનંતી કરી છે કે, જો તેઓ(ભારત) પરીક્ષણ પહેલા પૂર્વનિર્ધારિત સમય મર્યાદાનું પાલન કરે તો સારું થાત. અગ્નિ 5 મિસાઈલની શક્તિના કારણે ગભરાઈને પાકિસ્તાને ભારતને આ વિનંતી કરી છે. આ વિનંતીથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે, અગ્નિ 5 મિસાઈલના પરીક્ષણથી પાકિસ્તાન ‘આઘાતમાં’ છે.

અગ્નિ 5 એકસાથે અનેક પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ! 

મળતી માહિતી મુજબ, ભારતની સ્વદેશી નિર્મિત અગ્નિ-5 મિસાઈલના પરીક્ષણને ધ્યાનમાં લઈને પાકિસ્તાને ભારતને બેલેસ્ટિક મિસાઈલના પરીક્ષણ માટે અગાઉની સૂચનામાં નિર્ધારિત સમય મર્યાદાનું પાલન કરવાની અપીલ કરી છે. ભારત દ્વારા પરીક્ષણ કરાયેલી અગ્નિ 5 મિસાઈલ અનેક પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. મિસાઇલ પરીક્ષણ અંગેના એક પ્રશ્ન પર, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે, “ઇસ્લામાબાદે 11 માર્ચે ભારતના મિસાઇલ પરીક્ષણની નોંધ લીધી હતી, જ્યારે ભારતે તેની માહિતી પાકિસ્તાન સાથે શેર કરી હતી.”

પાકિસ્તાને હસીને આ વાત કહી

પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે વધુમાં કહ્યું કે, “જો કે, ભારતે બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણોની પૂર્વ સૂચના પર કરારની કલમ 2માં નિર્ધારિત ત્રણ દિવસની સમય મર્યાદાનું પાલન કર્યું નથી. અમે માનીએ છીએ કે પૂર્વ-સૂચના પરના કરારનું અક્ષરશ: પાલન કરવું જોઈએ.’ સોમવારે ભારતે તેના ‘મિશન દિવ્યાસ્ત્ર’ હેઠળ, બહુવિધ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ અને સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઇલનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું હતું

આ સાથે ભારત આવી ક્ષમતા ધરાવતા પસંદગીના દેશોના સમૂહમાં સામેલ થયું છે. અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 કિમી સુધીની છે. તેની મારક ક્ષમતા ચીનના સૌથી ઉત્તરીય ભાગની સાથે સાથે યુરોપના કેટલાક વિસ્તારો સહિત લગભગ સમગ્ર એશિયામાં વિસ્તરેલી છે.

આ પણ જુઓ: રશિયામાં આજે પ્રમુખની ચૂંટણી માટે મતદાન, પુતિન પાંચમી વખત આવી શકે છે સત્તા પર

Back to top button