અમદાવાદ, 14 માર્ચ 2024, લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લામાં ફરજ બજાવતા 65 DySPની એક સાથે બદલી કરી દેવામાં આવી છે. તે ઉપરાંત આઠ IPS અધિકારીઓની હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ પૂર્ણ થતાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત પાંચ IPSને નિમણૂંક માટે પ્રતિક્ષા હેઠળ મુકવામાં આવ્યાં છે.હજી આઈપીએસ અધિકારીની બદલીની રાહ જોવાઈ રહી છે. હવે ગણતરીના કલાકોમાં આઈપીએસ અધિકારીઓની બદલી થાય તેવી શક્યતા છે.
સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીની શક્યતા
ચૂંટણીલક્ષી બદલીઓની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી. અમદાવાદના ડીવાયએસપી મિલાપ પટેલ, સાયબર ક્રાઇમના Dysp જીતુ યાદવ અને અન્ય એક Dyspની અમદાવાદ શહેરમાંથી બદલી થઈ ગઈ છે.આગામી સમયમાં આઈપીએસ અધિકારીની બદલી માટેની ઘડીઓ ગણાઈ રહી છે. જેમાં આઈજી કક્ષાના અધિકારીઓના એડિશનલ ડીજીના પ્રમોશન અને મોટાભાગના સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી તેમજ સુરત પોલીસ કમિશનરની પણ બદલી થવાની છે, તેમાં હવે છેલ્લી મહોર લાગવાની રાહ જોવાઈ રહી છે.