ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

India’s HDI/ ભારતમાં માનવ વિકાસ અને લિંગ ગુણોત્તરમાં સુધારો, આવક અને સરેરાશ ઉંમર પણ વધારો

નવી દિલ્હી, ૧૪ માર્ચ : ભારતમાં લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે. સ્ત્રી અને પુરૂષ વચ્ચેની જાતિય અસમાનતામાં પણ સુધારો થયો છે. યુનાઈટેડ નેશન્સ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (HDI)ના તાજેતરના ડેટામાં, 193 દેશોની યાદીમાં ભારત 134મા ક્રમે છે. આ ઇન્ડેક્સ વર્ષ 2022ના ડેટા પર આધારિત છે. ભારતને કુલ 0.644 પોઈન્ટ આપવામાં આવ્યા છે. આ મુદ્દાના આધારે, ભારતને ‘મધ્યમ માનવ વિકાસ’ની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે, એટલે કે મધ્યમ ગતિએ માનવ વિકાસ ધરાવતા દેશો. બીજી તરફ ભારતની માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે. એટલે કે લોકોની આવક વધી છે.

સંયુક્ત રાષ્ટ્રનો 2023/24 રિપોર્ટ ‘બ્રેકિંગ ધ ગ્રિડલોકઃ રિઇમેજિંગ કોઓપરેશન ઇન અ પોલરાઇઝ્ડ વર્લ્ડ’ નામથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં આપવામાં આવેલા ડેટા અનુસાર, 2022માં ભારતમાં સરેરાશ આયુષ્ય 67.7 વર્ષ હતું. એક વર્ષ પહેલા તે 62.7 નોંધાયું હતું. UN હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (HDI) રિપોર્ટમાં પણ અપેક્ષિત વર્ષોમાં શાળાકીય શિક્ષણમાં વધારો (માથાદીઠ 12.6) થવાનો સંકેત આપવામાં આવ્યો છે. એકંદરે, 2022 માં ભારતનો માનવ વિકાસ સૂચકાંક 0.644 છે. એચડીઆઈમાં સ્વિત્ઝર્લેન્ડ ટોપ પર છે.

1990માં ભારતનો માનવ વિકાસ સૂચકાંક 0.434 હતો. જેના કારણે 2022ના સ્કોરમાં સકારાત્મક ફેરફાર થયો છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) ના ભારતના પ્રતિનિધિ કેટલીન વિસેને જણાવ્યું હતું કે, “ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં માનવ વિકાસમાં સારી પ્રગતિ કરી છે. 1990 થી જન્મ સમયથી આયુષ્યમાં 9.1 વર્ષનો વધારો થયો છે. શાળાકીય શિક્ષણના સરેરાશ વર્ષોમાં 3.8 વર્ષનો વધારો થયો છે. ભારતની વ્યક્તિગત મૂડીમાં અંદાજે 287 ટકાનો વધારો થયો છે.”

માનવ વિકાસ ત્રણ મુખ્ય પરિમાણોના આધારે માપવામાં આવે છે: તંદુરસ્ત લાંબુ આયુષ્ય, શિક્ષણની પહોંચ અને જીવનની ગુણવત્તા. તે આયુષ્ય, સરેરાશ શાળાકીય શિક્ષણ, શાળાના અપેક્ષિત વર્ષો અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક પર આધારિત છે.

લિંગ અસમાનતા સૂચકાંક

2022 માં ભારતનો જાતિ અસમાનતા સૂચકાંક (GII) 0.437 હતો. આ ઈન્ડેક્સમાં ભારતે સારું પ્રદર્શન કર્યું છે. જો આપણે તેની વૈશ્વિક સરેરાશ 0.462 અને દક્ષિણ એશિયાના દેશોની સરેરાશ 0.478 સાથે સરખામણી કરીએ તો તેમાં પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. GII (લિંગ અસમાનતા સૂચકાંક) સૂચિમાં, દેશોને ત્રણ મુખ્ય બાબતો પર સ્થાન આપવામાં આવ્યું છે – પ્રજનન સ્વાસ્થ્ય, સશક્તિકરણ અને શ્રમ બજારની ભાગીદારી. 166 દેશોની યાદીમાં ભારત 108મા સ્થાને છે. ભારતમાં રિપ્રોડક્ટિવ હેલ્થ કેર ‘મીડિયમ એચડીઆઈ’ કેટેગરીમાં છે, જે અન્ય દેશો કરતાં વધુ સારી છે.

કેટલિન વિસેને જણાવ્યું હતું કે, “આ સમયાંતરે તેના નાગરિકો માટે જીવનની ગુણવત્તા સુધારવા માટેની દેશની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. પરંતુ તેમાં સુધારા માટે અવકાશ છે.

કુલ રાષ્ટ્રીય આવક
તેવી જ રીતે, જો આપણે દેશમાં માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સંબંધિત ડેટા પર નજર કરીએ, તો તે US $ 6,542 થી વધીને US $ 6,951 થઈ ગઈ છે. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે 5.75 લાખ રૂપિયા છે. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે.

સરકારે આ સુધારાઓને નિર્ણાયક એજન્ડા, લાંબા ગાળાના સામાજિક-આર્થિક અને રાજકીય વિકાસ અને મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને નીતિગત પહેલને આભારી છે.

Back to top button