CAA અંગે કોઈ મૂંઝવણ છે? ગૃહ મંત્રી અમિત શાહે આપ્યા દરેકના પ્રશ્નોના જવાબ
નવી દિલ્હી, 14 માર્ચ: કેન્દ્ર સરકાર દ્વારા જ્યારથી નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના અમલની જાહેરાત કરવામાં આવી ત્યારથી વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યો છે. વિપક્ષે કાયદાને લઈને ઘણા સવાલો ઊભા કર્યા છે, જે હવે સામાન્ય લોકોના મનમાં પણ આવા સવાલો પેદા થયા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યૂમાં આ તમામ સવાલોના જવાબ આપ્યા છે.
CAAમાં મુસ્લિમોને અધિકાર કેમ ન મળ્યો?
અમિત શાહે CAA હેઠળ મુસ્લિમોને ભારતીય નાગરિકતા ન આપવા પાછળનું કારણ આપ્યું છે. શાહે કહ્યું કે CAA પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા આપવાનો કાયદો છે. તેમણે કહ્યું કે આ ત્રણેય દેશો ઈસ્લામિક છે. તો પછી મુસ્લિમો ત્યાં ધાર્મિક લઘુમતી કેવી રીતે હોઈ શકે?
31 दिसंबर 2014 तक पाकिस्तान, अफगानिस्तान और बांग्लादेश से आए बौद्ध, सिख, हिंदू, जैन, ईसाई और पारसी को नागरिकता मिलेगी। pic.twitter.com/lThJkPPzGO
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 14, 2024
શું મુસ્લિમો પણ નાગરિકતા લઈ શકે છે?
અમિત શાહે CAAમાં મુસલમાનોને સામેલ ન કરવાનું કારણ પણ આપ્યું. જો કે, તેમણે કહ્યું કે જો તેઓ હજુ પણ ભારતીય નાગરિકતા ઈચ્છે છે, તો તેઓ બંધારણીય માધ્યમથી તેના માટે અરજી કરી શકે છે.
શું કેરળ, બંગાળ અને તમિલનાડુમાં CAA લાગુ નહીં થાય?
CAA નોટિફિકેશન જારી થયા બાદ કેરળ, બંગાળ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ CAA તેમના રાજ્યોમાં લાગુ થવા દેશે નહીં. મમતા બેનર્જી, એમકે સ્ટાલિન અને પી વિજયને કહ્યું હતું કે તેઓ લઘુમતી સાથે કંઈ પણ ખોટું થવા નહીં દઈએ. તેના પર અમિત શાહે કહ્યું કે નાગરિકતા એ કેન્દ્રનો મુદ્દો છે અને કોઈપણ રાજ્ય સરકાર CAAને રદ કરી શકશે નહીં. એટલા માટે બધા વિપક્ષી માત્ર નિવેદનબાજી કરી રહ્યા છે. શાહે કહ્યું કે હું મમતા બેનર્જીને ખુલ્લો પડકાર આપું છું કે, જો આ કાયદામાં કોઈ એવી કલમ છે જે કોઈની નાગરિકતા છીનવી લેતી હોય તે એ બતાવે.
આદિવાસીઓના અધિકારો પર કોઈ ખતરો નથી
અમિત શાહે CAA અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ કાયદા બાદ આદિવાસી વિસ્તારોની સંરચના અને અધિકારો નબળા નહીં પડે. અમે એક્ટમાં જ જોગવાઈઓ કરી છે કે જ્યાં પણ ઈનર લાઈન પરમિટ છે અને જે પણ વિસ્તાર છઠ્ઠી અનુસૂચિમાં સામેલ છે, ત્યાં CAA લાગુ થશે નહીં.
કોને મળશે નાગરિકતા?
અમિત શાહે કહ્યું કે ઘણા હિન્દુઓ કાયદાકીય પ્રક્રિયા વિના ભારતમાં આવ્યા છે, તેમને આ કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ કાયદો 2014 પહેલા ભારત આવેલા આ લોકોને નાગરિકતા આપવાનું કામ કરશે. શાહે કહ્યું કે પાડોશી દેશોમાં હિન્દુ લઘુમતીઓ પર અત્યાચાર થાય છે અને તેમનું ધર્મ પરિવર્તન પણ થાય છે. આ લોકોએ ભારત આવવું પડ્યું અને અમે તેમને સાથ નહીં આપીએ તો કોણ કરશે?
આ પણ વાંચો: CAAનો કાયદો ક્યારેય પરત લેવામાં આવશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ