IPL-2024ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

શું MS ધોની IPL 2025 પણ રમશે! જાણો તેની પાછળનું અનિલ કુંબલેએ શું કારણ આપ્યું?

  • MS ધોની હાલમાં CSKની ટીમ સાથે IPLની આગામી સિઝનની કરી રહ્યો છે તડામાર તૈયારી 

HD ન્યૂઝ ડેસ્ક, 14 માર્ચ: દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની માત્ર IPL 2024માં જ નહીં પરંતુ IPLની 2025ની સીઝનમાં પણ રમે તો નવાઈની વાત નથી તેમ અનિલ કુંબલેનું કહેવું છે. તેમણે આવું કહેવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. હાલ મહેન્દ્રસિંહ ધોની વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે IPLની આ સીઝન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકેની તેમની છેલ્લી સિઝનછે. તે IPL 2024 પછી આ ટૂર્નામેન્ટમાં નહીં રમે, પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન સ્પિનર ​​અનિલ કુંબલેનું માનવું કંઈક બીજું છે. તેમણે કહ્યું છે કે, જો તે(મહેન્દ્રસિંહ ધોની) IPLની 2025 સીઝનમાં પણ રમે તો નવાઈ નહીં, કારણ કે તે ત્યાં જ રહેવા માંગે છે. ધોની હાલમાં ટીમ સાથે IPLની આગામી સિઝનની તૈયારી કરી રહ્યો છે.

અનિલ કુંબલેએ MS ધોનીની સરખામણી મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સાથે કરી!

ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ JioCinema પર Legends Lounge શોમાં MS ધોની વિશે કહ્યું કે, “MS વિશે સૌથી સારી વાત એ છે કે તે IPLના એક મહિના કે ત્રણ અઠવાડિયા પહેલા ચેન્નાઈ આવે છે. તે ભેજવાળી સ્થિતિ(Humid Conditions)માં લગભગ બેથી ત્રણ કલાક બેટિંગ કરે છે અને જિમ ટ્રેનિંગ પણ કરે છે. આ સમય દરમિયાન ટીમમાં ઘણું બૉન્ડિંગ હોય છે અને મને લાગે છે કે તે કંઈક જાદુઈ છે.” આ મુદ્દાને આગળ વધારતા અનિલ કુંબલેએ MS ધોનીની સરખામણી મહાન બેટ્સમેન સચિન તેંડુલકર સાથે કરી હતી.

MS ધોની વિશે અનિલ કુંબલેએ શું કહ્યું?

અનિલ કુંબલેએ કહ્યું કે, “હું ક્યારેય આઈપીએલમાં MS સાથે રમ્યો નથી. જ્યારે હું ભારતીય ટીમમાં તેની સાથે રમ્યો હતો, ત્યારે તે મને લિફ્ટ કરનાર પ્રથમ વ્યક્તિ હતો. મને લાગે છે કે તે હેવીવેઈટ્સને ઉઠાવવામાં સૌથી મજબૂત હતો. તે મારા માટે એક શાનદાર ક્ષણ હતી. મને યાદ છે, જ્યારે હું કોચ હતો અને તે કેપ્ટન હતો, ત્યારે અમે એક દિવસીય ક્રિકેટના વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન માટે રાંચીમાં હતા, તેણે આવવાની જરૂર નહોતી કારણ કે રાંચી તેનું વતન છે, પરંતુ તે સત્ર માટે ત્યાં આવ્યો હતો. “

કુંબલેએ વધુમાં કહ્યું, કે “મેં ધોનીને કહ્યું કે તું શું કરી રહ્યો છે? આગામી મેચમાં અમારી પાસે હજુ થોડા દિવસો બાકી છે.’ તો તેણે જવાબ આપ્યો કે, ‘ના, હું માત્ર ટીમની આસપાસ રહેવા માંગુ છું.‘ તે સચિન જેવો જ છે. જ્યારે હું મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો, ત્યારે સચિન લગભગ 25 કે 26 વર્ષ સુધી ક્રિકેટ રમ્યો હતો, પરંતુ વૈકલ્પિક સત્રો માટે પણ તે બસમાં સવાર થનાર પ્રથમ વ્યક્તિ હતો. મને નથી લાગતું કે આ બંને વ્યક્તિ બ્રેક લેશે. જો MS CSK માટે રમવાનું ચાલુ રાખે તો મને આશ્ચર્ય થશે નહીં કારણ કે તે તેનું ઓપ્શનલ સેશન છે. તે ખૂબ જ લાગણીશીલ છે, તે ત્યાં રહેવા માંગે છે.”

આ પણ જુઓ: ICC ટેસ્ટ રેન્કિંગઃ યશસ્વી જયસ્વાલનું શાનદાર પ્રદર્શન, વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો

Back to top button