વેકેશનમાં આટલા નેશનલ પાર્કની મુલાકાત લઈ શકાય, પણ એ પહેલાં આ જાણવું જરૂરી
- તમે આ વખતે સમર અને વેકેશન સીઝનમાં જાણીતા વાઈલ્ડ નેશનલ પાર્કમાં ફરવા જઈ શકો છો, તે તમને અલગ અને મજાનો અનુભવ આપશે.
ઠંડી બાદ હવે ગરમીની સીઝન ચાલુ થવા જઈ રહી છે. ધીમે ધીમે ગરમી રંગ બતાવવા લાગી છે. ગરમીથી રાહત મેળવવા અને વેકેશન મોડમાં લોકો ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. મોટાભાગના લોકો પહાડી એરિયા તરફ ફરવા તો જાય છે, પરંતુ જો તમે ઈચ્છો તો મેદાની વિસ્તારોમાં કેટલીક એવી જગ્યાઓ પર જઈ શકો છો, જ્યાં જઈને તમારો થાક ઉતરી જશે અને ફરવાની મજા પણ આવશે. તમે આ વખતે સમર અને વેકેશન સીઝનમાં જાણીતા વાઈલ્ડ નેશનલ પાર્કમાં ફરવા જઈ શકો છો, તે તમને અલગ અને મજાનો અનુભવ આપશે.
કાઝીરંગા નેશનલ પાર્ક, આસામ
આસામનો કાઝીરંગા નેશનલ પાર્ક એકદમ યુનિક છે. તે દુર્લભ એક શીંગડાવાળા ગેંડાનું ઘર છે. અહીં ગેંડાની દુનિયામાં સૌથી મોટી પ્રજાતિ છે. તમે ગરમીની સીઝનમાં અહીં ફરી શકો છો. જો તમે જંગલ સફારી કરવા ઈચ્છતા હો તો આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. https://kazirangasafari.in/booking/user/index
જિમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ
ઉત્તરાખંડનું જિમ કોર્બેટ ભારતનો પહેલો નેશનલ પાર્ક છે અને તે એશિયાઈ હાથીઓ, બંગાળ વાધ, ગ્રેટ હોર્નબિલ અને અનેક અદ્ભૂત પ્રજાતિઓનું ઘર છે. તે દિલ્હીની ખૂબ નજીક છે. તમે સરળતાથી ત્યાં પહોંચી શકો છો. વાઈલ્ડ લાઈફ એક્સપ્લોર કરવા માટે તે બેસ્ટ જગ્યા છે. અહીં ફરવા માટે કે જંગલ સફારી માટે તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકશો. ઓનલાઈન બુકિંગમાં તમને પ્રાઈઝથી લઈને દરેક વસ્તુનો ખ્યાલ આવશે અને ત્યાં જઈને હેરાન નહિ થવું પડે. https://www.corbettnationalpark.in/online-corbett-safari-booking.htm
નાગરહોલ નેશનલ પાર્ક, કર્ણાટક
નાગરહોલ, કર્ણાટકના હરેલા-ભરેલા રાજ્યમાં સ્થાપિત એક રત્ન છે. તે મેસૂર અને તમિલનાડુના નીલગિરી પર્વતની વચ્ચે આવેલું છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે ખજાનો ગણી શકાય. અહીં વાઘ, એશિયાઈ હાથીઓ અને ચિત્તાઓ જોવા મળી શકે છે. તમે અહીં કરાવી શકશો ઓનલાઈન બુકિંગ https://www.nagaraholetigerreserve.com/
રણથંભોર નેશનલ પાર્ક, રાજસ્થાન
જો તમે વન્ય જીવમાં રુચિ રાખો છો તો રાજસ્થાનનું રણથંભોર ભારતમાં ફરવા જેવી જગ્યા છે. આ નેશનલ પાર્ક વાઘ અને વાઘણોનું ઘર છે. અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. અહીં પણ ઓનલાઈન બુકિંગ કરાવશો તો થોડી સગવડતા રહેશે. https://www.ranthamborenationalpark.in/online-safari-booking-ranthambore.html
કાન્હા નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ
કાન્હા નેશનલ પાર્ક વન પ્રેમીઓ માટે છે. અહીં જંગલી બિલાડીઓ ઉપરાંત બારસિંઘા વધુ માત્રામાં જોવા મળે છે. કાન્હા એ આદિવાસી સમુદાયથી ઘેરાયેલું છે, જેઓ ક્યારેક જંગલોની અંદર રહેતા હતા અને હવે તેની આસપાસના એરિયામાં રહે છે. બુકિંગ વગર જંગલ સફારીની મજા નહિ માણી શકો. https://www.kanhanationalparkonline.in/online-kanha-safari-booking.html
ગીર નેશનલ પાર્ક, ગુજરાત
એશિયાઈ સિંહ તેમના પ્રાકૃતિક આવાસમાં જોવા માટે ગુજરાતના ગિર નેશનલ પાર્કમાં જાવ. અહીં પીક સીઝનમાં જંગલ સફારી પણ હોય છે. અહીં મોટાભાગના મુલાકાતીઓને સિંહ જોવા મળે જ છે. જોકે તમે બુકિંગ કરાવ્યા વગર સીધા જશો તો સફારીનો લાભ નહિ મળી શકે. બુકિંગ કરાવીને તમે નિશ્વિંત થઈને તમારા પ્રવાસનો આનંદ માણી શકશો. https://girlion.gujarat.gov.in/ ઓફિશિય વેબસાઈટ પર બુકિંગ કરાવી શકો છો.
માઉન્ટ હેરિયટ નેશનલ પાર્ક, આંદામાન નિકોબાર
આંદામાન નિકોબાર દ્વીપ સમૂહનો આ પાર્ક ભારતના કેટલાક સૌથી સુંદર સમુદ્ર તટની સાથે, માઉન્ટ હેરિયટ નેશનલ પાર્કની મજા લેવાનો પણ મોકો આપે છે. તે મગરમચ્છો, કાચબા અને કાચિંડાઓ જેવા જાનવરોનું ઘર પણ છે. https://andamantourism.org.in/mount-harriet-national-park-andaman
આ પણ વાંચોઃ દુનિયાનો સૌથી ભ્રષ્ટ દેશ કયો માનવામાં આવે છે, જાણો શું છે ભારતની સ્થિતિ?