ટ્રેન્ડિંગબિઝનેસવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

વોટ્સએપ અપડેટમાં Meta દ્વારા ઉમેરવામાં આવ્યું એક ખાસ ફીચર 

HD ન્યૂઝ, 14 માર્ચ : ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર તમને ઘણી સુવિધાઓ મળે છે. આ પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં એક નવું અપડેટ આવશે, જેના કારણે કોઈ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. આ ફીચર હાલમાં જ વોટ્સએપ પર બહાર પાડવામાં આવ્યું છે, જે ધીરે ધીરે તમામ યુઝર્સ સુધી પહોંચશે. ચાલો જાણીએ તેની વિગતો.

વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે. છેલ્લા કેટલાક સમયથી, કંપની સતત તેના પ્લેટફોર્મ પર સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત સુવિધાઓ ઉમેરી છે. જો કે, ઘણા લોકો તેના પ્રોફાઇલ ફોટોને લઈને ગોપનીયતા વિશે ચિંતિત છે. તેને એવું લાગે છે કે શું કોઈ તેના ફોટાના સ્ક્રીનશોટ તો નથી લઈ રહ્યા ને.

વોટ્સએપ પર અત્યારે કોઈપણ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકે છે. તે માટે, એપ લાંબા સમયથી તેના પર પ્રતિબંધ મૂકવાનું કામ કરતી હતી. હવે આ ફીચરને રોલ આઉટ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ એપની ખાસ વિશેષતાઓ.

વોટ્સએપનું ખાસ ફીચર

વોટ્સએપ આ ફીચરને બીટા વર્ઝન પર લાંબા સમયથી ટેસ્ટ કરી રહ્યું હતું. કંપનીએ હવે તેને રોલઆઉટ કરી દીધું છે. જો કે, આ સર્વર સાઇડ અપડેટ છે અને તે ધીમે ધીમે વિશ્વભરના તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. આ ફીચરને કારણે કોઈ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. જો તમે આ ફીચર ચાલુ રાખ્યું હશે, તો કોઈ તમારા ડીપીનો સ્ક્રીનશોટ લેશે, તો તરત તેનામાં બ્લેક સ્ક્રીનશોટ સેવ થશે. આ સુવિધા ડિફૉલ્ટ રૂપે ઈનેબલ રહેશે અને તેને ડોસેબલ કરવાની કોઈ રીત નથી.

નવું શું છે અને સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે?

આ પહેલા વોટ્સએપ પર યુઝર્સને પ્રોફાઈલ પિક્ચર સેવ કરવાનો ઓપ્શન હતો. આ ગોપનીયતાનો મોટો ભંગ હતો. ટૂંક સમયમાં જ વોટ્સએપે આ ફીચર હટાવી દીધું છે. જોકે, યુઝર્સ સ્ક્રીનશોટ લઈને કોઈની પ્રોફાઈલ પિક્ચર સેવ કરી શકે છે. વોટ્સએપના આ ફીચરનું બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ કરી રહ્યું હતું. જ્યારે બીટા યુઝર્સ આ ફીચર સાથે સ્ક્રીનશોટ લેતા હતા ત્યારે એપ તેને આમ કરવાથી રોકતી હતી.

સ્ટેબલ અપડેટ પર વપરાશકર્તાઓને કોઈ સંદેશ દેખાતો નથી. માત્ર સ્ક્રીનશૉટ બ્લેક સ્ક્રીન જેવો આવે છે. વોટ્સએપની પેરેન્ટ કંપની Metaએ આ ફીચરને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ ફીચર હાલમાં દરેક માટે ઉપલબ્ધ નથી, પરંતુ કંપની ધીરે ધીરે બધા યુઝર્સ માટે તેને રિલીઝ કરશે.

આ પણ વાંચો : કેટરિના કૈફે બોલિવૂડમાં હંમેશા સારા દેખાવાના દબાણ વિશે શું કહે છે? જાણો.. 

Back to top button