અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડવિશેષહેલ્થ

આજે છે વિશ્વ કિડની દિવસ, દર ૧૦માંથી ૧ ને કિડનીની સમસ્યા

અમદાવાદ, 14 March 2024,:  ભારત અને વિશ્વભરમાં કિડનીના રોગનું પ્રમાણ ગંભીર રીતે વધતું જાય છે ત્યારે કિડનીના રોગ અંગે જનજાગૃતિ માટે વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં ૧૪ માર્ચના દિવસે ‘વિશ્વ કિડની દિવસ’ ઉજવવામાં આવે છે. આ વિશ્વ કિડની દિવસનું સ્લોગન‘સ્વસ્થ કિડની સર્વ માટે'( Kidney Health for All) છે.

રાજકોટના વરિષ્ઠ નેફ્રોલોજિસ્ટ અને કિડની એજ્યુકેશન ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. સંજય પંડ્યા {એમ.ડી., ડી.એન.બી., કિડની રોગ નિષ્ણાત} અને વિશ્વના 100થી વધુ કિડની નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેબસાઇટમાં કિડનીના રોગથી બચવાના અને તેની સારવાર અંગે સરળ માહિતી ૧૨ ભારતીય અને ૨૮  આંતરરાષ્ટ્રીય ભાષામાં આપવામાં આવેલી છે.

વેબસાઇટ લિન્ક https://www.kidneyeducation.com/

વધુ માહિતી માટે જુઓ આ વીડિયો:

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

કિડનીના રોગ વિશે ૧૦ અજાણી વાતો

૧. ક્રોનિક કિડની રોગના દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે
૨. વિશ્વમાં કિડનના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા ૮૫ કરોડથી વધુ છે
૩. દર દસમાંથી એક વ્યક્તિને કિડનીનો પ્રશ્ન સતાવે છે
૪. હાલમાં મૃત્યુ દરનું આઠમું કારણ કિડનીનો રોગ છે
૫. કિડની ફેલ્યર એટલે કે CKDની તકલીફ ધરાવતા ૮૦%થી વધુ લોકો તેમના આ રોગથી અજાણ છે
૬. ડાયાબિટીસના દર ત્રણમાંથી એક અને લોહીના દબાણના દર પાંચમાંથી એક વ્યક્તિને કિડનીની તકલીફ થવાનું જોખમ રહેલું છે
૭. ૫૦ લાખથી વધુ લોકો દર વર્ષે CKDને લીધે મૃત્યુ પામે છે
૮. જીવલેણ રોગના લિસ્ટમાં CKD છટ્ઠા ક્રમે આવતો ગંભીર રોગ છે
૯. ક્રોનિક કિડનીનો રોગ એ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. આ રોગના અંતિમ તબક્કા સુધી જીવનભર ડાયાલીસીસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે છે
૧૦. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એ અતિ ખર્ચાળ અને કિડની સરળતાથી ઉપલબ્ધ ન હોવાને કારણે થોડા જ દર્દીઓમાં શક્ય બને છે

કિડનીના રોગથી બચવા માટે જાણવા જેવા ૯ સોનેરી સૂચનો

૧. નિયમિત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું
૨. પૌષ્ટિક આહાર લેવો, યોગ્ય વજન જાળવવું
૩. ડાયાબિટીસ પર નિયંત્રણ જાળવી રાખવું
૪. બ્લડ પ્રેશર પર કાબુ રાખવો
૫. પાણી વધારે પીવું
૬. ધુમ્રપાન, તમાકુ, ગુટકા, દારૂનો ત્યાગ કરવો
૭. ડોક્ટરની સલાહ વગર દુખાવા માટેની દવાઓ ખાસ ન લેવી
૮. ૪૦ વર્ષ ઉપરની તમામ વ્યક્તિઓએ ખાસ સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવવું
૯. કિડનીના રોગના ચિન્હો દેખાય કે તરત ડૉક્ટરી તપાસ કરાવીને નિદાન કરાવવું અને પરેજી રાખવી

કિડનીની બીમારીના ૭ મુખ્ય લક્ષણો

૧. નબળાઈ લાગવી, થાક લાગવો
૨. ખોરાકમાં અરુચી, ઊલટી-ઊબકા થવા
૩. આંખ, મોં અને પગ પર સોજા આવવા
૪. નાની ઉમરે બ્લડ પ્રેશર કાબુમાં ન હોવું
૫. લોહીમાં ફિક્કાશ હોવી
૬. પેશાબ ઓછો આવવો, ફીણ થવા કે પેશાબ કરવામાં તકલીફ થવી
૭. રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું

આ પણ વાંચો:  World Kidney Day: ગુજરાતમાં અંગદાનમાં કિડની મળે તે માટે 1,150 જેટલા દર્દીઓ વેઈટિંગમ 

Back to top button