ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

યુથ ઓલમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036ના આયોજન માટે અમદાવાદ સજ્જ, જાણો ક્યા વિસ્તારમાં કોરિડોર ઉભો કરવા વિચારણા

  • સરકાર અને AUDAએ જમીન અંગે સરવે કર્યો હતો
  • મણીપુર, ગોધાવી, ગરોડિયામાં કોરિડોર ઉભો કરવા વિચારણા
  • મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘનિષ્ઠ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી

ગુજરાત સરકાર યુથ ઓલમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036ના અમદાવાદમાં આયોજન માટે સજ્જ છે. જેમાં અમદાવાદમાં યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર ઉભો કરવાની ચર્ચા વિચારણા થઇ છે. તેમજ મણીપુર, ગોધાવી, ગરોડિયામાં કોરિડોર ઉભો કરવા વિચારણા છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં હીટ એન્ડ રનમાં 3 યુવકોનાં મોત, અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર

સરકાર અને AUDAએ જમીન અંગે સરવે કર્યો હતો

સરકાર અને AUDAએ જમીન અંગે સરવે કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર આગામી યુથ ઓલમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036 ના અમદાવાદમાં આયોજન માટે સજ્જ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરતની વિકાસના રોલ મોડલ તરીકેની ઓળખને સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવા સીમાચિહ્નો સર કરાવવા આગામી યુથ ઓલમ્પિક 2029 અને ઓલમ્પિક 2036ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે.

આ પણ વાંચો: World Kidney Day:ગુજરાતમાં અંગદાનમાં કિડની મળે તે માટે 1,150 જેટલા દર્દીઓ વેઈટિંગમાં

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘનિષ્ઠ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી

આ માટે ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ એન.જી.ઓએ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે. આ સંદર્ભમાં વિસ્તૃત વિવરણ બેઠકમાં આપવામાં આવ્યું હતું તથા અમદાવાદ મહાનગરની આસપાસના વિસ્તારોમાં આ બે વૈશ્વિક સ્તરના રમતોત્સવ માટે કયા પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ઊભી થઈ શકે તથા એ માટે જુદા જુદા હિતધારકોનો સહયોગ અને સંકલન થઈ શકે તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘનિષ્ઠ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત: બોર્ડની પરીક્ષામાં એક જ દિવસમાં ગેરરીતિના 11 કેસ સામે આવ્યા 

સમયબદ્ધ આયોજન કરવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી

ઓલમ્પિક 2036ના આયોજન સંદર્ભે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને ઔડા દ્વારા ગોધાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરવામાં આવ્યો હતો તેની જાણકારી મુખ્યમંત્રીને આ બેઠક દરમિયાન આપવામાં આવી હતી. ઓલમ્પિકના આયોજન માટે આ વિસ્તારમાં જમીનોના થયેલ સર્વેની સમીક્ષા કરવા અને સૂચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોન અમલી થાય તે માટેની જરૂરી કાર્યવાહી સત્વરે કરવા સૌ સંબંધીતોને જરૂરી દિશાનિર્દેશ આ બેઠકમાં આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, એજ્યુકેશન માટેના ઝોન તરીકે વિકસિત કરવા માટે સર્વે, જમીન સંપાદન, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપનાં વિકલ્પો વગેરેની સમીક્ષા કરીને તથા તમામ સંબંધિત સ્ટેક હોલ્ડર્સનો સમાવેશ કરીને આ દિશામાં આગળ વધવા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ સત્વરે કેવી રીતે ઊભી થઈ શકે તે માટેનું સમયબદ્ધ આયોજન કરવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

Back to top button