ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: દહેગામથી નરોડા રૂટની AMTS બસ સેવા શરૂ, રોજની 32 ટ્રીપો રહેશે

Text To Speech
  • દહેગામથી નરોડા વચ્ચે 22.40 કિલોમીટરના અંતર છે
  • એએમટીએસ ચાલુ થતા દહેગામના લોકોમાં ભારે આનંદની લાગણી છવાઇ
  • બસનો ફાયદો હાઇવે ઉપર આવતા ગામડાના લોકોને પણ મળશે

અમદાવાદના નરોડા નરોડા રૂટની AMTS બસ સેવા દહેગામથી શરૂ કરવામાં આવી છે. જેમાં દહેગામથી નરોડા રૂટની AMTS બસને લીલીઝંડી અપાતા મુસાફરોમાં આનંદ છવાયો છે. તેમાં ધારાસભ્યે ટિકીટ લઇને મુસાફરી કરી છે. બસને કંકુ તિલકથી વધાવવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટયા હતા.

આ પણ વાંચો: World Kidney Day:ગુજરાતમાં અંગદાનમાં કિડની મળે તે માટે 1,150 જેટલા દર્દીઓ વેઈટિંગમાં

એએમટીએસ બસ રોજની 32 ટ્રીપો નરોડાથી દહેગામ વચ્ચે દોડશે

ધારાસભ્યએ બાયડ ત્રણ રસ્તાથી પાલૈયા સુધી બસમાં સવારી કરી હતી. દહેગામથી નરોડા ટર્મીનલ સુધી શરુ કરવામાં આવેલી એએમટીએસની બસને ધારાસભ્યએ લીલી ઝંડી બતાવીને શરુ કરાવી હતી. દહેગામના સેંકડો લોકો બસને જોવા માટે ઉમટી પડયા હતા. કંકુ તિલક કરીને શરુઆત કરાઇ હતી. બસમાં મુસાફરી કરવા માટે બેઠેલા ધારાસભ્યે પોતે ટીકીટ લઇને બસમાં સવારી કરી હતી. સાંજે ચાર વાગે પાલૈયા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તથા પાલિકા પ્રમુખ સહીત એએમટીએસના ચેરમેન હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત: બોર્ડની પરીક્ષામાં એક જ દિવસમાં ગેરરીતિના 11 કેસ સામે આવ્યા 

એએમટીએસ ચાલુ થતા દહેગામના લોકોમાં ભારે આનંદની લાગણી છવાઇ

ધારાસભ્યએ બાયડ ત્રણ રસ્તાથી પાલૈયા સુધી બસમાં સવારી કરી હતી. એએમટીએસ ચાલુ થતા દહેગામના લોકોમાં ભારે આનંદની લાગણી છવાઇ ગઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ વિભાગે સીટીબસ શરુ કરી છે. એએમટીએસ બસ રોજની 32 ટ્રીપો નરોડાથી દહેગામ વચ્ચે દોડશે. બે બસોને લીલી ઝંડી બતાવામાં આવી હતી. જોકે ચાર બસો ફાળવી દેવામાં આવી છે. દહેગામથી નરોડા વચ્ચે 22.40 કિલોમીટરના અંતરમાં મુસાફરી કરવી શહેરનીજનો માટે સલામત નિવડશે. તાલુકાના ગામડાથી આવતા લોકો માટે પણ લાલ બસથી મુસાફરી કરવી લાભદાયક હોવાનુ તેમજ તેમની અવર જવરનો સમય બચશે. બસનો ફાયદો હાઇવે ઉપર આવતા ગામડાના લોકોને પણ મળશે.

Back to top button