ચિરાગ પાસવાનને મળી શકે છે પાંચ બેઠક, ભાજપે પશુપતિ પારસને કરી મોટી ઓફર
બિહાર, 13 માર્ચ 2024: બિહારમાં ચિરાગ પાસવાનની ભાજપ સાથેની વાત સ્પષ્ટ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિરાગ પાસવાનને હાજીપુર સહિત પાંચ બેઠકો મળી શકે છે. સૂત્રોનું માનીએ તો તેમના કાકા અને કેન્દ્રીય પશુપતિ પારસને કોઈ બેઠક નહીં મળે. પશુપતિના સ્થાને તેમના પુત્ર પ્રિન્સ રાજને બિહાર કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. રાજકુમાર રાજ સમસ્તીપુર સીટથી લોકસભા સાંસદ છે. તેમજ ભાજપે પશુપતિ પારસને રાજ્યસભામાં મોકલવાની ઓફર કરી છે.
As a member of the NDA, today in a meeting with BJP National President Hon Shri @jpnadda ji, we have together finalised the seat sharing in Bihar for the ensuing Lok Sabha polls.
The same will be announced in due course.एनडीए के सदस्य के रूप में आज भाजपा के राष्ट्रीय अध्यक्ष… pic.twitter.com/hpAQNC5HKo
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) March 13, 2024
આ દરમિયાન બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિંહાએ ચિરાગ પાસવાન અને પશુપતિ કુમાર પારસ પર કહ્યું કે ભાજપ રાષ્ટ્રવાદ પર આધારિત પાર્ટી છે. તેથી જ કાકા-ભત્રીજા ભાજપ સાથે રહેવા માંગે છે. બંને ભાજપ સાથે જ રહેશે. તેમણે કહ્યું કે ભાજપ કોઈ એક વર્ગની પાર્ટી નથી પરંતુ તમામ વર્ગની પાર્ટી છે.
લોકસભા ચૂંટણી/ BJPની બીજી યાદી જાહેર… ખટ્ટરને કરનાલથી ટિકિટ તો નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે, જુઓ યાદી
ચિરાગ પાસવાને કહ્યું હતું કે તેમની પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે BJP સાથે સીટ શેરિંગ ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. પાસવાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી હતી.સંવાદદાતાઓ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપે મારી તમામ ચિંતાઓ દૂર કરી છે. હું સંતુષ્ટ છું.” તેમણે કહ્યું કે બિહારમાં NDAના ઘટક પક્ષો વચ્ચે બેઠકોના સંકલન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
જ્યારે તેમના કાકા પશુપતિ પારસની આગેવાની હેઠળના એલજેપી જૂથના ભાવિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ચિરાગ પાસવાને કહ્યું, “તે મારી ચિંતાનો વિષય નથી.” અગાઉ, ‘એક્સ’ પર એક પોસ્ટમાં તેણે કહ્યું હતું કે, “એનડીએ. આજે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જી સાથે મુલાકાત કરીને અમે આગામી લોકસભા ચૂંટણી માટે બિહારમાં સીટ વહેંચણીને અંતિમ રૂપ આપી દીધું છે.” તેમણે કહ્યું, ”આ માહિતી યોગ્ય સમયે આપવામાં આવશે.”