રામલલાના દર્શન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એડવાઈઝરી જારી
અયોધ્યા, 13 માર્ચ : રામલલાના દર્શન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, આ માહિતી તે તમામ ભક્તો માટે છે. જેઓ રામ જન્મભૂમિ મંદિરમાં દર્શન માટે જવાની યોજના બનાવી રહ્યા છે . શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દરરોજ સરેરાશ 1 થી 1.5 લાખ મુલાકાતીઓ આવે છે. તેમજ, દર્શનાર્થીઓ સવારે 6:30 થી 9:30 વાગ્યા સુધી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકશે.
श्री राम जन्मभूमि मंदिर में दर्शन हेतु पधारने वाले सभी भक्तों के सादर सूचनार्थ:
श्री राम जन्मभूमि मंदिर में प्रतिदिन औसतन 1 से 1.5 लाख दर्शनार्थी दर्शन कर रहे हैं।
दर्शनार्थी श्री राम जन्मभूमि मंदिर में प्रातः 6:30 बजे से लेकर रात्रि 9:30 बजे तक दर्शन हेतु प्रवेश कर सकते हैं।… pic.twitter.com/qErUiRqd94
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) March 13, 2024
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રવેશ કરવાથી લઈને દર્શન કર્યા બાદ બહાર આવવા સુધીની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સુગમ છે. સામાન્ય રીતે, ભક્તો ભગવાન શ્રી રામલલા સરકારના દિવ્ય દર્શન 60 થી 75 મિનિટમાં સરળતાથી કરી શકશે.
જો શ્રદ્ધાળુઓ પોતાના મોબાઈલ, ચંપલ, પર્સ વગેરે મંદિર પરિસરની બહાર રાખીને આવશે તો તેમને ઘણી સગવડતા મળશે અને તેમનો સમય પણ બચશે.
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ફૂલ, માળા, પ્રસાદ વગેરે જેવી વસ્તુઓ તમારી સાથે લઈ આવવાનો રહેશે નહીં.
સવારે 4 વાગ્યે મંગળા આરતી, સવારે 6:15 વાગ્યે શ્રૃંગાર આરતી અને રાત્રે 10 વાગ્યે શયન આરતી માં પ્રવેશ ફક્ત પ્રવેશ પત્ર દ્વારા જ શક્ય છે. અન્ય આરતી વખતે એન્ટ્રી કાર્ડની જરૂર નથી.
પ્રવેશ પત્ર માટે મુલાકાતીઓનું નામ, ઉંમર, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને શહેરનું નામ જેવી માહિતીની જરૂરી પડશે.
આ પ્રવેશ પત્ર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. આ પ્રવેશપત્ર મફત છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નિયત ફી કે કોઈ વિશેષ પાસ લઈને દર્શન કરવાની કોઈ જોગવાઈ નથી.
જો તમે કોઈ પણ લોકો દ્વારા દર્શન માટે પૈસા લેતા હોવાના સમાચાર સાંભળો છો, તો તે છેતરપિંડીનો પ્રયાસ હોઈ શકે છે. મંદિર મેનેજમેન્ટને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
મંદિરમાં વૃદ્ધો અને દિવ્યાંગો માટે વ્હીલ ચેર ઉપલબ્ધ છે. આ વ્હીલ ચેર માત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસર માટે છે, અયોધ્યા શહેર કે અન્ય કોઈ મંદિર માટે નથી. આ વ્હીલચેરનું કોઈ ભાડું નથી, પરંતુ વ્હીલચેર લઈ જનાર યુવાને પૈસા ચૂકવવા પડે છે.
આ પણ વાંચો : ઘી શરીર માટે ખૂબજ ફાયદા કારક છે પરંતુ, તેવું સેવન કોણે ન કરવું જોઈએ.