ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ICCએ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું, ભારતના જ દિગ્ગજે બોલર જસપ્રીત બુમરાહ પાસેથી છીનવ્યો નંબર 1 બોલરનો તાજ

Text To Speech

ICC એ ટેસ્ટ ક્રિકેટની નવી રેન્કિંગ જાહેર કરી છે. ભારતના દિગ્ગજ ખેલાડી જસપ્રિત બુમરાહને આ રેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો છે. બુમરાહ પાસેથી ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બોલરનો તાજ છીનવાઈ ગયો છે. પહેલા બુમરાહ ટેસ્ટમાં નંબર વન બોલર હતો, પરંતુ હવે ભારતના પોતાના દિગ્ગજ ખેલાડીએ બુમરાહને પાછળ છોડી દીધો છે. ભારતનો સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બોલર બની ગયો છે.

અશ્વિને ધર્મશાલા ટેસ્ટમાં 9 વિકેટ લીધી હતી

અશ્વિને ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિને આ સિરીઝમાં રમાયેલી 5 મેચમાં કુલ 26 વિકેટ લીધી છે. આ સાથે આ ખેલાડી નંબર વન બોલર પણ બની ગયો છે. જસપ્રીત બુમરાહ હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામેની ધર્મશાલા ટેસ્ટ મેચમાં પણ 9 વિકેટ લીધી હતી. આ મેચથી અશ્વિનને રેન્કિંગમાં ફાયદો થયો છે.

ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ ICC ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. હેઝલવુડ પહેલા ચોથા સ્થાને હતો, તાજેતરની રેન્કિંગ જાહેર થયા બાદ તે બીજા સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ બોલર કાગિસો રબાડા પહેલા ત્રીજા સ્થાને હતો, હવે તેણે પણ એક સ્થાન ગુમાવ્યું છે અને તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે ટોપ 5 બોલરોમાંથી 2 બોલર ભારતના છે. આ લેટેસ્ટ રેન્કિંગ પહેલા અશ્વિન બીજા સ્થાને હતો, હવે તે બુમરાહને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.

જસપ્રીત બુમરાહ ક્યાં ચુક્યો ?
જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે કુલ 4 મેચ રમી છે. આ દરમિયાન તેણે 19 વિકેટ ઝડપી હતી. બુમરાહ અશ્વિનને પછાડી શક્યો હોત, પરંતુ શ્રેણીની ચોથી મેચમાં બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. જો બુમરાહે આ મેચ પણ રમી હોત તો કદાચ તે સૌથી વધુ વિકેટ લેવાના મામલે અશ્વિનને પાછળ છોડી દેત અને ટેસ્ટ રેન્કિંગમાં પણ નંબર વન રહી શક્યો હોત.

Back to top button