ગર્ભવતી નથી સિદ્ધૂ મૂસેવાલાની માતા, જાણો શું કહ્યું સિંગરના પિતાએ?
- એવા સમાચાર આવ્યા હતા કે સિદ્ધૂ મૂસેવાલાની માતા IVF ટેક્નોલોજીની મદદથી 58 વર્ષની ઉંમરે ગર્ભવતી છે અને તે ટૂંક સમયમાં જોડિયા બાળકોને જન્મ આપશે. ગઈકાલે તેમના હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી પણ સામે આવી હતી.
ચંદીગઢ, 13 માર્ચઃ પ્રખ્યાત પંજાબી સિંગર-રેપર સિદ્ધુ મૂસેવાલાની વર્ષ 2022માં હત્યા કરવામાં આવી હતી. આ સમાચારે સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી હતી. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે દિવંગત સિંગરના માતા-પિતા ટૂંક સમયમાં ફરીથી પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. એવા સમાચાર આવ્યા હતા કે સિદ્ધૂ મૂસેવાલાની માતા IVF ટેક્નોલોજીની મદદથી 58 વર્ષની ઉંમરે ગર્ભવતી છે અને તે ટૂંક સમયમાં જોડિયા બાળકોને જન્મ આપશે. ગઈકાલે તેમના હોસ્પિટલમાં દાખલ થયાની માહિતી પણ સામે આવી હતી. ત્યારબાદ હવે આ એક મોટું અપડેટ સામે આવ્યું છે.
સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ કહી આ વાત
આ સમાચારોની વચ્ચે દિવંગત ગાયકના પિતા બલકૌર સિંહે આ મામલે મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમની આ પોસ્ટ સૂચવે છે કે તેની પત્નીની પ્રેગ્નન્સીના સમાચાર માત્ર અફવા છે. મંગળવારે, દિવંગત સિંગરના પિતા બલકૌર સિંહે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે કહ્યું કે તેમના પરિવાર વિશે ઘણી ‘અફવાઓ હેડલાઇન્સ બની રહી છે. અમે સિદ્ધના શુભચિંતકોના આભારી છીએ, જેણે અમારા પરિવાર અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ અમારી વિનંતી છે કે અમારા પરિવાર વિશે જે અફવાઓ ચાલી રહી છે, તેની પર વિશ્વાસ કરવામાં ન આવે, કોઈ સમાચાર એવા હશે તો એ અમે તમારી સાથે શેર કરીશું. આ પોસ્ટ તેમણે પંજાબી ભાષામાં લખી છે.
આ પણ વાંચોઃ ‘ફિલ્મ રિલીઝના 48 કલાકમાં રિવ્યૂ નહીં થઈ શકે’: કેરળ હાઈકોર્ટનો આદેશ, જાણો કારણ