સોયા મિલ્કના ગજબના ફાયદા જાણો છો? ક્યારે પીવું હેલ્ધી ?
- જે વ્યક્તિ ગાય અથવા ભેંસનું દૂધ પચાવી શકતી નથી તે સોયા મિલ્કનું સેવન કરી શકે છે. જાણો સોયા મિલ્કના ગજબના ફાયદા
સોયા ગુણોનો ખજાનો છે. આયુર્વેદમાં પણ સોયાને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં છે. સોયામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, તે તમારા નબળા હાડકાંને મજબૂત કરવા ઉપરાંત ઘણી ગંભીર બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. જે વ્યક્તિ ગાય અથવા ભેંસનું દૂધ પચાવી શકતી નથી તે સોયા મિલ્કનું સેવન કરી શકે છે. જાણો સોયા મિલ્કના ફાયદા અને તેને બનાવવાની રીત
આ સમસ્યાઓમાં સોયા મિલ્ક છે અસરકારક
હાડકાં માટે ફાયદાકારક
સોયામાં આઇસોફ્લેવોન્સ મળી આવે છે, જે તમારા નબળા હાડકાંને મજબૂત બનાવે છે. જો તમને તમારા સાંધામાં સતત દુખાવો રહેતો હોય તો સોયા મિલ્કનું સેવન કરો. તેનું સેવન કરવાથી તમારા હાડકાં મજબૂત થશે.
હૃદયને રાખશે હેલ્ધી
સોયા મિલ્કમાં આઇસોફ્લેવોન્સ, હાઇપોકોલેસ્ટેરોલેમિક અને એન્ટીઑકિસડન્ટ ગુણો જોવા મળે છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને તમારું હૃદય સ્વસ્થ રાખે છે.
મેદસ્વીતા ઘટાડે છે
જો તમે મેદસ્વી હો તો તમારા આહારમાં સોયા મિલ્કનો સમાવેશ કરો. તેમાં રહેલું કેલ્શિયમ, ફેટી એસિડ અને ઇનોસિટોલ વજન ઘટાડવામાં મદદ કરે છે.
એનિમિયાથી કરો બચાવ
જો તમારું હિમોગ્લોબિનનું લેવલ ઓછું હોય તો તમે એનિમિયાની ઝપટમાં આવી શકો છો. પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર સોયા મિલ્ક આયરનની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.
આ રીતે બનાવો સોયા મિલ્ક
સોયા મિલ્ક બનાવવા માટે સવારે 2 ચમચી સોયા પાણીમાં પલાળી દો. રાત્રે જમ્યા પછી તેમાં 5 બદામ અને 5 અખરોટ, 1 ચમચી છીણેલું નારિયેળ, પલાળેલા સોયામાં થોડું પાણી નાખીને ગ્રાઈન્ડરમાં સારી રીતે પીસી લો. હવે તમારું સોયા મિલ્ક તૈયાર છે. રાત્રે સૂતા પહેલા તે પીવો.
આ પણ વાંચોઃ પોપટ પાળતા ચેતજો: કોરોના બાદ ‘પેરટ ફીવર’નો કહેર, WHOનું એલર્ટ