ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CAA લાગુ થતાં સીમા હૈદર ખુશીના મારે ઉછળી પડી, મોદી-યોગીનો ફોટો લઈને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા

Text To Speech

ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ), 12 માર્ચ: ભારત સરકારે સોમવારે નાગરિકતા બંધારણ અધિનિયમ સાથે સંબંધિત નિયમોને સૂચિત કર્યા છે. આ પછી દેશમાં CAA લાગુ કરવામાં આવ્યો છે. એવામાં કેટલાક લોકો આ કાયદાને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક ટીકા કરી રહ્યા છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાંથી ગેરકાયદે ભારતમાં આવેલી સીમા હૈદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના પરિવાર સાથે CAA લાગુ થયા બાદ ઊજવણી કરતી દેખાય છે.

CAA લાગુ થયા બાદ સીમા હૈદરે રસગુલ્લા વહેંચ્યા

વાયરલ થઈ રહેલા સીમા હૈદરના વીડિયોમાં તે પોતાના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની તસવીરો પકડીને ઉભી જોવા મળી રહી છે. વીડિયોમાં સીમા કહે છે કે અમે CAA લાગુ થયા બાદ ઉજવણી માટે રસગુલ્લા વહેંચી રહ્યા છીએ કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું તે વચનને પૂરું કર્યું છે. આ સાથે સીમા હૈદર પણ તેના પતિ સચિન સાથે આતશબાજી કરતી જોવા મળે છે. આ સાથે તે જય શ્રી રામ અને ભારત માતા કી જયના ​​નારા પણ લગાવતી જોવા મળે છે.

કોણ છે સીમા હૈદર?

સીમા હૈદર એક પાકિસ્તાની મહિલા છે જે માર્ચ 2023માં તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી હતી. સીમા હૈદરે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન, તે PUBG રમતી વખતે ભારતીય નાગરિક સચિનને ​​મળી હતી અને તે પછી બંને માર્ચ 2023 માં નેપાળમાં પ્રથમ વખત મળ્યા હતા. બંનેએ પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા. સીમાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં પોતાનો પ્લોટ વેચીને બાળકો સાથે નેપાળ આવ્યા બાદ તે ત્યાંથી નોઈડા આવી હતી.

આ પણ વાંચો: આસામમાં આજે 30 સંગઠનો CAAના વિરુદ્ધમાં પ્રદર્શન કરશે, કેટલાક જિલ્લામાં કલમ 144 લાગુ

Back to top button