સુરત ડાયમંડ બુર્સ કમિટીને રૂ.125 કરોડ જમા કરાવવા કોમર્શિયલ કોર્ટનો આદેશ
સુરત, 11 માર્ચ : વિશ્વભરમાં સુરત પોતાની આગવી ઓળખ જેના થકી ઉભી કરી શક્યું છે તે સુરત ડાયમંડ બુર્સની કમિટી અને PSP પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વચ્ચે બાકી નીકળતા નાણાને લઈને વિવાદનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. જેના કારણે સુરત ડાયમંડ બુશની છબી પણ ઝાંખી થઈ રહી છે. તેવામાં કોમર્શિયલ કોર્ટનો એક મહત્વનો આદેશ સામે આવ્યો છે.
કોર્ટે 125 કરોડ જમા કરાવવા આદેશ કર્યો
મળતી માહિતી મુજબ, સુરત ડાયમંડ બુર્સ અને PSP પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બાકી નીકળતા નાણાંને લઈને વિવાદ શરૂ થયો છે. PSP પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પોતાના વ્યાજ સાથે રૂ. 600 કરોડ કરતા વધારેના બાકી નાણાં લેવા માટે કોર્ટના શરણે ગઈ છે. તેવામાં પી.એસ .પી પ્રોજેક્ટ્સ લીમોટેડ કંપની દ્વારા કરવામાં આવેલી આર્બિટેશન એક્ટની કલમ-9 હેઠળની પિટિશનમાં આજ રોજ જજ આશિષ મલ્હોત્રા સાહેબે આખરી હુકમ કર્યો અને સુરત ડાયમંડ બૂર્સ ને 4 અઠવાડીયામાં રૂ.125 કરોડની બેન્ક ગેરંટી જમા કરાવવા આદેશ કર્યો છે.
ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં
PSP પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીગલ એડવાઈઝર ભગીરથ પટેલે જણાવ્યું કે, કોમર્શિયલ કોર્ટ દ્વારા આજે ખૂબ જ મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે. સુરત ડાયમંડ બુર્સને 4 સપ્તાહમાં રૂ.125 કરોડ જમા કરાવવાનો આદેશ કર્યો છે. જ્યા સુધી બેન્ક ગેરંટી જમાના કરાવે ત્યાં સુધી સુરત ડાયમંડ બૂર્સ તેમની બાકી રહેલી ઓફિસો કે અન્ય પ્રોપર્ટીની હરાજી કરી શકશે નહીં કે ભાડે આપવા કે થર્ડ પાર્ટી રાઇટ્સ ઊભા કરવા ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો, PSP પ્રોજેક્ટ્સ લીમોટેડ કંપની વતી સુપ્રિમ કોર્ટના સિનિયર એડ્વોકેટ મીનાક્ષી અરોરા સાથે અમે નામદાર કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખતા મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.