ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું છે અગ્નિ-5 મિસાઈલ? જેની મદદથી ભારત અડધી દુનિયાનો ઉડાવી શકે છે છેદ

Text To Speech

નવી દિલ્હી, 11 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મિશન દિવ્યાસ્ત્રના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે અમને મિશન દિવ્યાસ્ત્ર માટે DRDOના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેમણે લખ્યું કે મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

MIRV ટેકનોલોજી શું છે?
નિષ્ણાતોના મતે, MIRV ટેક્નોલોજી એવી ટેક્નોલોજી છે જેમાં એક મિસાઈલ એક સાથે અનેક પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ હથિયારોથી અલગ-અલગ ટાર્ગેટને નિશાન બનાવી શકાય છે. તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે.

શું છે અગ્નિ-5 મિસાઈલ?

મળતી માહિતી મુજબ ભારત પાસે અગ્નિ શ્રેણીની 1 થી 5 મિસાઈલો છે. તે ચીનને 12 મિનિટમાં અને પાકિસ્તાનને આંખના પલકારામાં ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજીથી સજ્જ છે, તેને રોડ દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે.

અગાઉ 7 ડિસેમ્બર 2023ના રોજ, ભારતની સ્ટ્રેટેજિક કમાન્ડ ફોર્સે ઓડિશામાં અગ્નિ-1 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. અગ્નિ-1 સ્ટ્રેટેજિક કમાન્ડ ફોર્સની સૌથી ઘાતક મિસાઇલોમાંથી એક છે. મળતી માહિતી મુજબ આ મિસાઈલ 250 કિલોમીટરથી 2500 કિલોમીટરની રેન્જ ધરાવે છે.

5000 કિમીની રેન્જમાં લક્ષ્યાંક કરવાની ક્ષમતા

નિષ્ણાંતોના મતે આ મિસાઈલ 5000 કિલોમીટરથી વધુના અંતર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. તેના પરીક્ષણની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. જો કે હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે તેનું પરીક્ષણ ક્યાં અને ક્યારે કરવામાં આવ્યું છે. આ મિસાઈલ ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.

Back to top button